લગ્નની અનોખી ભેટ/ લગ્ન સમારોહમાં ડુંગળી બાદ લીંબુ ભેટમાં આપવાનો ટ્રેન્ડ, તસવીર થઈ વાયરલ

હાલમાં દેશ આખામાં શાકભાજીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ત્યારે લીંબુના ભાવ આસમાનને અડી રહ્યા છે. એવામાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં લીંબુ પાણી લોકોને માટે દુર્લભ બન્યું છે.

Top Stories Gujarat Trending

હાલમાં દેશ આખામાં શાકભાજીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ત્યારે લીંબુના ભાવ આસમાનને અડી રહ્યા છે. એવામાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં લીંબુ પાણી લોકોને માટે દુર્લભ બન્યું છે. ત્યારે હવે લોકો લગ્ન પ્રસંગે લીંબુ ભેટમાં આપતા જોવા મળી રહ્યા છે. ગુજરાત રાજયમાં પણ ધોરાજી ખાતે આવોજ એક બનાવ જોવા મળ્યો છે. અને આ અનોખી ભેટની તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે.

આસમાની મોંઘવારીની વચ્ચે લીંબુના વધતા ભાવ સામાન્ય માણસના સ્વાદમાં ‘ખાટા’ છે. લીંબુના ભાવમાં વધારાની સ્થિતિ એ છે કે દેશના ઘણા ભાગોમાં તે 400 રૂપિયા પ્રતિ કિલોની નજીક પહોંચી ગયો છે. ઘણી જગ્યાએ માત્ર એક લીંબુ 10 થી 15 રૂપિયામાં મળે છે. આવી સ્થિતિમાં હવે લગ્નમાં પણ લોકો લગ્નની ભેટ તરીકે લીંબુ આપી રહ્યા છે.

ધોરાજી નગરમાં લગ્નની અનોખી ભેટ
ગુજરાતના રાજકોટના ધોરાજી શહેરમાં લગ્ન સમારોહ દરમિયાન લોકોએ વરરાજાને લીંબુ અર્પણ કર્યા. જીવનના સૌથી ખાસ દિવસે વર-કન્યાને લીંબુ ભેટ આપનાર વ્યક્તિનું નામ છે દિનેશ. દિનેશના કહેવા પ્રમાણે, ‘આ સમયે આખા દેશ કરતાં તમારા રાજ્યમાં લીંબુના ભાવ ખૂબ વધી ગયા છે. ઉનાળાની આ સિઝનમાં લીંબુની ખૂબ જ જરૂર હોય છે. એટલા માટે મેં ઘણું વિચારીને આ નિર્ણય લીધો છે. શહેરના મોણપરા પરિવારના પુત્રના લગ્ન સમારોહમાં મિત્રોએ મીઠાઈના બોક્સમાં પૈસા કે ઘરેણાને બદલે મોંઘા લીંબુ ગિફ્ટ કર્યા હતા. ભેટ આપવાનો હેતુ એ જણાવવાનો હતો કે લીંબુની કિંમત એટલી વધી ગઈ છે કે હવે તેને મોંઘી ભેટ તરીકે આપી શકાય છે. આ ખાસ ગિફ્ટ જોઈને લગ્નમાં આવેલા મહેમાનોના ચહેરા પર સ્મિત આવી ગયું.

 

 

પોલીસ પેટ્રોલીંગ, ચોકીદારી
તમને જણાવી દઈએ કે લીંબુને લઈને માર્કેટમાં હોબાળો મચી ગયો છે. શાકભાજી માર્કેટના દુકાનદારોથી લઈને તમારા વિસ્તાર અને ઓફિસ પાસે શિંકજી વેચતા વિક્રેતાઓ લીંબુના વધેલા ભાવથી પરેશાન છે. તો યુપીના કાનપુરમાં લીંબુના પાકની રક્ષા માટે પોલીસ મૂકવી પડી છે. બગીચામાંથી પાકની ચોરી થયા બાદ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.  આ સાથે જ પોલીસે માર્કેટમાં કિંમતી લીંબુની સુરક્ષા માટે પણ ત્યાં પેટ્રોલિંગ કરી રહી છે.

રાજકોટ/ મોરિશિયસના PM બનશે રાજકોટના મહેમાન, આવતીકાલે બપોરે ભવ્ય રોડ શો યોજાશે