Gujarat News/ સંજીવની રથ: ગુજરાતના પશુધનને ઘર આંગણે આરોગ્ય સેવાનો આશીર્વાદ

ગુજરાતની ‘10 ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું યોજના’ અંતર્ગત અત્યાર સુધીમાં 85 લાખ પશુઓને સારવાર અપાઈ

Gujarat Trending
85-lakh-animals-treated-under-animal-scheme

ગુજરાતમાં આજે પશુપાલન એ કૃષિના પૂરક વ્યવસાયથી આગળ વધીને અનેક પશુપાલકો માટે આર્થિક ઉન્નતિનો સ્વતંત્ર વ્યવસાય બન્યો છે. રાજ્યના ખૂણે-ખૂણે વસતા કરોડો પશુઓ માટે સમયસર અને ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓ પહોંચાડવા માટે ગુજરાત સરકાર દ્વારા “10 ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું” યોજના અમલમાં મૂકી હતી.

ગુજરાતની આ સફળ યોજનાના તર્જ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં પશુ સારવાર સેવાઓનો વ્યાપ વધારવા માટે “મોબાઇલ વેટરિનરી યુનિટ”ની નવી યોજના અમલમાં મૂકવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં આ યોજનાના સફળ અમલીકરણના બે વર્ષ પૂર્ણ થયા છે.

ગુજરાતના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા પશુપાલકો માટે પશુ દવાખાના સુધી બીમાર પશુને લઈ જવું એક મોટો પડકાર હોય છે. રસ્તા, વાહનની સગવડ કે સમયના અભાવે ઘણીવાર પશુઓને સમયસર સારવાર મળતી નથી, જેના કારણે પશુધનને નુકસાન થાય છે અને પશુપાલકને આર્થિક ફટકો પડે છે.

આ સમસ્યાના નિવારણ માટે MVU યોજના અમલમાં આવી હતી. જેના માધ્યમથી ફરતા પશુ દવાખાના ઘરે બેઠા પશુઓને સારવાર પૂરી પાડે છે. આ સેવા ખાસ કરીને ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1962 દ્વારા કાર્યરત છે, જેના પર એક ફોન કરતાં જ સજ્જ વેટરનરી વાન પશુની સારવાર માટે સ્થળ પર પહોંચી જાય છે. દરેક યુનિટ એક સંપૂર્ણ નાનું પશુ દવાખાનું હોય છે, જેમાં એક પશુ ચિકિત્સક અને એક વાહન ચાલક સહાયકનો સ્ટાફ હોય છે.

મોબાઈલ વેટરિનરી યુનિટ યોજના અંતર્ગત ભારત સરકાર તરફથી ગુજરાતને 127 ફરતા પશુ દવાખાના ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. ગત બે વર્ષના સમયગાળામાં આ ફરતા પશુ દવાખાનાના માધ્યમથી રાજ્યના આશરે 5.83 લાખથી વધુ પશુઓને તેમના ગામમાં જઈને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી છે.

પશુપાલન મંત્રી જીતુ વાઘાણીના દિશાનિર્દેશ હેઠળ હાલમાં પણ આ 127 યુનિટ દ્વારા ગુજરાતના 2,600 થી વધુ ગામડાઓના પશુઓને તેમના ઘર આંગણે સારવાર સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આ યોજના ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા અમલમાં આવેલી “10 ગામ દીઠ એક ફરતું પશુ દવાખાના” યોજના અંતર્ગત પણ હાલમાં 460 ફરતા પશુ દવાખાના રાજ્યના દરેક ગામ સુધી પશુ સારવાર સેવાઓ પૂરી પાડી રહ્યા છે. આ યોજના અમલમાં આવી ત્યારથી અત્યાર સુધીમાં ફરતા પશુ દવાખાનાના માધ્યમથી રાજ્યના કુલ 85 લાખ જેટલા પશુઓને ઘર આંગણે વિનામૂલ્યે સારવાર આપવામાં આવી છે.

ખરેખર, ગુજરાતના ફરતા પશુ દવાખાના એ માત્ર એક સરકારી યોજના નથી, પરંતુ પશુપાલન ક્ષેત્રે આરોગ્ય અને કરુણાનો સેતુ છે, જે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવામાં અને મૂંગા પશુઓના આરોગ્યની સુરક્ષા કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટને “PMJAY ની કામગીરીમાંથી સસ્પેન્ડ કરાઇ

આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં કારની ડેકીમાં રાખેલ રૂપિયા 18 લાખની લૂંટ

આ પણ વાંચો: ધોળકામાં શ્વાને બાળક પર કર્યો હુમલો, સારવાર માટે ખસેડાયો હોસ્પિટલ