Gandhinagar News/ CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ રાજ્ય મંત્રી મંડળની બેઠક…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ આજે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. રાજ્ય મંત્રી મંડળે તેમને ગુજરાતના ખેડૂતો વતી અભિનંદન પાઠવીને આભાર…

Gujarat Gandhinagar

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Patel)ની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રી મંડળ (State Council of Ministers)ની બેઠક યોજાઈ હતી. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી (Jitu Vaghani)એ જણાવ્યું હતું કે, ખેડૂતોના હિતમાં બે સંવેદનશીલ કૃષિ પેકેજ અને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિ માટે રાજ્ય મંત્રી મંડળે મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ આજે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ચર્ચાયેલા મહત્વપૂર્ણ વિષયો અંગે પ્રેસ-મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં તાજેતરના વરસેલા કમોસમી વરસાદ (Unseasonal Rains)ને પરિણામે ખેડૂતો (Farmers)ને થયેલા નુકસાનમાંથી તેમને ફરી બેઠા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદનશીલ અભિગમથી જાહેર કરેલા અગાઉ રૂ. 947 કરોડ અને તાજેતરમાં રૂ. 10,000 કરોડના એમ બે ઉદારતમ કૃષિ રાહત પેકેજ (Krishi Rahat Package) બદલ રાજ્ય મંત્રી મંડળે તેમને ગુજરાત (Gujarat)ના ખેડૂતો વતી અભિનંદન પાઠવીને આભાર વ્યક્ત કર્યો હતો.

* અગાઉના કૃષિ રાહત પેકેજમાં રૂ. 190 કરોડનો વધારો થતા હવે બંને રાહત પેકેજની કુલ રકમ રૂ.11,137 કરોડ થઈ: જીતુ વાઘાણી

* જળશક્તિ મંત્રાલયે જાહેર કરેલા છઠ્ઠા નેશનલ વોટર એવોર્ડ્સમાં ગુજરાતે જળ સંરક્ષણ ક્ષેત્રે દ્વિતીય સ્થાન મેળવ્યું

* સિવિલ સોસાયટી શ્રેણીમાં બનાસ ડેરીને અને ઇનસાઇડ કેમ્પસ શ્રેણીમાં IIT-ગાંધીનગરને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું

* લોકલ બોડી શ્રેણીમાં ભાવનગર મહાનગરપાલિકાને દ્વિતીય સ્થાન પ્રાપ્ત થયું

રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. 11,137 કરોડનું માતબર પેકેજ

આ ઉપરાંત, મુખ્યમંત્રીએ ઉદાર અભિગમ અપનાવીને અગાઉના રૂ. 947 કરોડના પેકેજમાં પિયત અને બિન પિયત માટે એક સમાન ધોરણે સહાય આપવાનો નિર્ણય કરતાં વધુ રૂ. 190 કરોડ ફાળવતા સહાય પેકેજની રકમ હવે રૂ. 1137 કરોડ થઈ છે. આમ, સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદનો માર સહન કરેલા ધરતીપુત્રોને રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. 11,137 કરોડનું માતબર પેકેજ મુખ્યમંત્રીએ આપ્યું છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

ગુજરાતે જળ સંરક્ષણ ક્ષેત્રે દ્વિતીય સ્થાન મેળવ્યું

મંત્રી વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, જળ વ્યવસ્થાપન ક્ષેત્રે પણ ગુજરાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ના નેતૃત્વમાં અને મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં ઐતિહાસિક સિદ્ધિઓ મેળવી છે. ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા જાહેર કરેલા છઠ્ઠા નેશનલ વોટર એવોર્ડ્સમાં ગુજરાતે જળ સંરક્ષણ ક્ષેત્રે દ્વિતીય સ્થાન મેળવ્યું છે.

આ ઉપરાંત શ્રેષ્ઠ સિવિલ સોસાયટી શ્રેણીમાં બનાસ ડેરીને પ્રથમ સ્થાન, શ્રેષ્ઠ ઇનસાઇડ કેમ્પસ શ્રેણીમાં IIT-ગાંધીનગરને પ્રથમ સ્થાન તેમજ શ્રેષ્ઠ અર્બન લોકલ બોડી શ્રેણીમાં ભાવનગર મહાનગરપાલિકાને દ્વિતીય સ્થાન પ્રાપ્ત થયું છે. આ સિદ્ધિ માટે પણ રાજ્ય મંત્રી મંડળની બેઠકે અભિનંદન પાઠવ્યા હતા, તેમ તેમણે ઉમેર્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાહત પેકેજ જાહેર થતાં ખેડૂતો રોષે ભરાયા, કહ્યું રાજકીય પક્ષોને અમારા ગામમાં પ્રવેશવા નહીં દઈએ

આ પણ વાંચો:કૃષિ રાહત પેકેજ પર દિલીપ સંઘાણીની આવકારદાયક પ્રતિક્રિયા, ખેડૂતોને મળશે ઝડપી વળતર

આ પણ વાંચો:સરકારના રાહત પેકેજથી ગુજરાતનાં ખેડૂતો નારાજ, ‘કભી ખુશી, કભી ગમ’નો માહોલ