Rajkot News: રાજકોટમાં (Rajkot) એસ.ટી. બસના ડ્રાઇવરે અકસ્માત (Accident) સર્જયો છે. એસ.ટી. બસ ચાલકે યુવકને ફૂટબોલની જેમ ઉલાળ્યો હોવાનું પ્રત્યક્ષદર્શીનું કહેવું છે. અકસ્માતની સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં ઈજાગ્રસ્ત નૈમિષ હિરાણી નામના યુવાનને હોસ્પિટલ દાખલ કરાયો છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

રાજકોટમાં આજે સવારે જામનગર – સુરત રૂટની ST બસના ચાલકે અકસ્માત કર્યો હોવાનું સામે આવ્યું છે. વન વે રોડ પર બાઈક ચાલકને બસે અડફેટે લેતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. યુવકને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત થતાં લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસને અકસ્માતની જાણ કરવામાં આવી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
તો બીજી બાજુ આણંદના એન.એસ પટેલ સર્કલ પાસે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. કાર અને મોપેડ વચ્ચે અકસ્માત થતાં મોપેડ ચાલક કાર નીચે આવી ગયો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની ઘટનામાં મોપેડ ચાલક ઘાયલ થયો છે. મોપેડ ચાલક નશાની હાલતમાં હતો તેમ સામે આવ્યું છે.

સાબરકાંઠા (Sabarkantha)માં ખેડબ્રહ્મા હાઇવે રોડ પર ગોઝારો અકસ્માત (Accident) સર્જાયો હતો. હાઇવે પર ગંભીર અકસ્માતમાં 2ના મોત થયા. સાબરકાંઠાના મહારાણા પ્રતાપ સર્કલ (Maharana Pratap Circle) નજીક આ ગંભીર અકસ્માત સર્જાયો. હાઈવે પર બાઇક અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં આ બનાવ બનવા પામ્યો. આ અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળ પર જ મોત થયા જયારે એક વ્યક્તિ ગંભીરપણે ઘાયલ થયો. અકસ્માતને પગલે ભારે ભીડ ભેગી થઈ હતી. સતર્ક નાગરિકે બનાવને પોલીસને જાણ કરતાં જ 108 એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પંહોચ્યો.
રાજસ્થાનનાં (Rajasthan) બુંદી જિલ્લામાં (Bundi) ભીષણ માર્ગ અકસ્માતમાં (Road Accident) 6 લોકોના મોત નિપજ્યાં હતા. હિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જયપુર નેશનલ હાઈવે (NH21) પર ઈકો કાર અને અજાણ્યા વાહન વચ્ચે અકસ્માત થયો હોવાનું કહેવાય છે. જિલ્લા પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તેઓએ 3 ગંભીર રીતે ઘાયલ લોકોને બુંદી જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા છે.
આ પણ વાંચો:રાજકોટના ઉપલેટામાં અકસ્માતમાં એકનું મોત
આ પણ વાંચો:સાબરકાંઠામાં ઇલોલ રોડ પર અકસ્માત સર્જાતા બાઇકચાલકનું મોત
આ પણ વાંચો:ગાંધીનગરમાં ગમખ્વાર અકસ્માતમાં 2નાં ઘટનાસ્થળે મોત
