Political/ ઝારખંડ સરકાર નવા વર્ષમાં પેટ્રોલ-ડીઝલ કરશે 25 રૂપિયા સસ્તું

ઝારફંડ સરકાર નવા વર્ષમાં રાજ્યની જનતાને એક મોટી ભેટ આપવા જઇ રહી છે. જણાવી દઇએ કે, નવા વર્ષમાં ઝારખંડમાં પેટ્રોલ અને ડીઝલ 25 રૂપિયા સસ્તું થશે.

Top Stories India
ઝારખંડ CM Petrol

ઝારખંડ સરકાર નવા વર્ષમાં રાજ્યની જનતાને એક મોટી ભેટ આપવા જઇ રહી છે. જણાવી દઇએ કે, નવા વર્ષમાં ઝારખંડમાં પેટ્રોલ અને ડીઝલ 25 રૂપિયા સસ્તું થશે. રાજ્યનાં મુખ્યમંત્રી હેમંત સોરેને આ જાહેરાત કરી છે. પરંતુ આ સસ્તા પેટ્રોલ અને ડીઝલનો લાભ માત્ર BPL કાર્ડ ધારકોને જ મળશે. મુખ્યમંત્રી હેમંત સોરેને જણાવ્યું છે કે 26 જાન્યુઆરીથી ઝારખંડમાં BPL કાર્ડ ધારકોને પેટ્રોલ અને ડીઝલ 25 રૂપિયા સસ્તું મળશે.

આ પણ વાંચો – કોરોના સંક્રમિત / કપૂર ફેમિલીમાં ફુટયો કોરોના બોમ્બ, બોલિવૂડ એકટર અર્જુન કપૂર અને તેની બહેન કોરોના પોઝિટિવ

મુખ્યમંત્રી હેમંત સોરેને જણાવ્યું છે કે, 26 જાન્યુઆરીથી BPL કાર્ડ ધારકોને ઝારખંડમાં પેટ્રોલ અને ડીઝલ 25 રૂપિયા સસ્તું મળશે. આ વર્ષની શરૂઆતમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં 5 અને 10 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. કેન્દ્રએ પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં પ્રતિ લિટર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો હતો. આ સિવાય ઘણી રાજ્ય સરકારોએ તેમના રાજ્યમાં વેટમાં ઘટાડો કર્યો હતો. આપને જણાવી દઈએ કે, ઝારખંડ પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન પણ સતત પેટ્રોલ અને ડીઝલ પર વેટનાં દર ઘટાડવાની માંગ કરી રહ્યું હતું. એસોસિએશન સરકાર પાસે પેટ્રોલ પર 5% વેટ ઘટાડવાની માંગ કરી રહી હતી. તેમનું કહેવું છે કે જો સરકાર વેટનો દર 22%થી ઘટાડીને 17% કરે તો લોકોને મોટી રાહત મળશે. એસોસિએશને કહ્યું કે પડોશી રાજ્યો ઝારખંડ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઓડિશામાં ડીઝલની કિંમત ઓછી છે. આવી સ્થિતિમાં ઝારખંડથી ચાલતા વાહનોને પડોશી રાજ્યોમાંથી ડીઝલ મળી રહ્યું છે. જેના કારણે તેમને નુકસાન થઈ રહ્યું છે.

આ પણ વાંચો – National / શા માટે પ્રધાનમંત્રી મોદીના કાફલામાં સામેલ કરવામાં આવી મર્સિડીઝ-મેબેક ? કારની કિંમતને લઇને પણ સામે આવ્યો ખુલાસો

એસોસિએશનનાં પ્રમુખ અશોક સિંહે કહ્યું કે, પેટ્રોલિયમ ડીલરોએ મુખ્યમંત્રી હેમંત સોરેનને પત્ર લખ્યો હતો અને નાણામંત્રીને પણ મળ્યા હતા. પરંતુ આજદીન સુધી કોઈ કાળજી લેવામાં આવી નથી. અશોકે જણાવ્યું કે નાણામંત્રીને મળ્યા બાદ તેમણે આ અંગે મેમોરેન્ડમ આપ્યું હતું, પરંતુ તેમની માંગણીઓ પર વિચાર કરવામાં આવ્યો ન હતો. તેમણે કહ્યું હતું કે ઝારખંડમાં 1350 પેટ્રોલ પંપ છે, જેની સાથે 2.50 લાખથી વધુ પરિવારોની આજીવિકા સીધી રીતે જોડાયેલી છે. વેટનાં ઊંચા દરને કારણે ધંધાને અસર થઈ રહી છે.