Not Set/ રામ મંદિર નિર્માણ માટે શિયાળુ સત્રમાં કાયદો લાવી શકે છે મોદી સરકાર ?

મોદી સરકાર પર ચારે તરફથી દબાણ આવી રહ્યું છે કે તેઓ રામ મંદિર નિર્માણ માટે સંસદમાં કાયદો લાવે અને અયોધ્યામાં રામજન્મભૂમિ પર મંદિર નિર્માણનો રસ્તો સાફ કરે. આ સંભાવના પર અંતિમ મહોર આરએસએસના વિજયાદશમી કાર્યક્રમમાં મોહન ભાગવતના નિવેદનથી લાગી હતી. સંઘ પ્રમુખે કહ્યું કે, રામ મંદિર માટે કાયદો બનાવવો જોઈએ. ભાગવત આ વાત દ્વારા સરકાર […]

Top Stories India
PM Modi Ram Mandir રામ મંદિર નિર્માણ માટે શિયાળુ સત્રમાં કાયદો લાવી શકે છે મોદી સરકાર ?

મોદી સરકાર પર ચારે તરફથી દબાણ આવી રહ્યું છે કે તેઓ રામ મંદિર નિર્માણ માટે સંસદમાં કાયદો લાવે અને અયોધ્યામાં રામજન્મભૂમિ પર મંદિર નિર્માણનો રસ્તો સાફ કરે.

આ સંભાવના પર અંતિમ મહોર આરએસએસના વિજયાદશમી કાર્યક્રમમાં મોહન ભાગવતના નિવેદનથી લાગી હતી. સંઘ પ્રમુખે કહ્યું કે, રામ મંદિર માટે કાયદો બનાવવો જોઈએ. ભાગવત આ વાત દ્વારા સરકાર તરફ સીધો જ ઈશારો કરી રહ્યા છે કે, સંઘ, ભાજપ તેમજ રામ પ્રતિ આસ્થા રાખતા લોકોની ભાવનાને ધ્યાનમાં રાખતા મોદી સરકારે સંસદમાં રામ મંદિર માટે કાયદો બનાવવો જોઈએ.

modi at aishbagh story 647 101216071552 0 e1539852510419 રામ મંદિર નિર્માણ માટે શિયાળુ સત્રમાં કાયદો લાવી શકે છે મોદી સરકાર ?

જણાવી દઈએ કે, સંતોના એક મોટા વર્ગ અને રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા મહંતોએ આ વર્ષની 6 ડિસેમ્બરથી અયોધ્યામાં મંદિર નિર્માણની ઘોષણા કરી નાખી છે. સંત સમાજનું કહેવાનું છે કે તેઓ મંદિર નિર્માણ શરુ કરશે, સરકાર રોકવા માંગે છે તો રોકે.

આવી સ્થિતિમાં ભાજપ પાસે એક જ રસ્તો બચે છે. રામ મંદિર માટે પ્રતિબદ્ધતા સાબિત કરવા માટે મોદી સરકાર સંસદના આગામી શિયાળુ સત્રમાં રામ મંદિર પ્રસ્તાવ રાખે.

narendra Modi 1488123187 835x547 e1539852535244 રામ મંદિર નિર્માણ માટે શિયાળુ સત્રમાં કાયદો લાવી શકે છે મોદી સરકાર ?

આથી ભાજપને બે ફાયદા થશે, એક તો સરકાર ચૂંટણી પહેલા રામ મંદિર માટેની પ્રતિબદ્ધતા સાબિત થશે, અને બીજો ફાયદો એ કે, રામ મંદિર પ્રસ્તાવનો વિરોધ કરવો કોંગ્રેસ માટે સરળ નહિ રહે. કોંગ્રેસ રામ મંદિર પ્રસ્તાવનો વિરોધ કરીને પોતાની સોફ્ટ હિન્દુત્વની છબી ધૂળમાં નહિ મળવા દે.

આગામી શિયાળુ સત્ર મોદી સરકારનું છેલ્લું સત્ર હશે. ત્યારબાદનું બજેટ સત્ર એક મધ્યવીધી બજેટ સાથે સમાપ્ત થઇ જશે અને દેશમાં લોકસભા ચૂંટણી આવી જશે.