Not Set/ #MeToo આ ગામમાં  20 રૂપિયાના સ્ટેમ્પ પેપર છોકરીઓની સોદાબાજી થાય છે

શિવપુરી,મધ્યપ્રદેશ, આજે દેશભરમાં ભલે મીટુની કેમ્પેઇન જોરશોરથી ગાજી રહી પરંતું દેશમાં આજે મહિલાનું જાતીય શોષણ એટલી હદે થઇ રહ્યું છે કે તેમણે તેમનો દેહ પણ વેચવો પડે.દેશમાં કેટલાંય ગામો એવા છે જ્યાં મહિલાઓની સોદાબાજી સામાન્ય વાત છે.આજે આપણે મધ્યપ્રદેશના એક એવા ગામની વાત કરવી  છે જ્યાં મહિલાઓનો સ્ટેમ્પ પેપર પર સોદો થઇ રહ્યો છે. મધ્યપ્રદેશના […]

Top Stories India
shiv #MeToo આ ગામમાં  20 રૂપિયાના સ્ટેમ્પ પેપર છોકરીઓની સોદાબાજી થાય છે

શિવપુરી,મધ્યપ્રદેશ,

આજે દેશભરમાં ભલે મીટુની કેમ્પેઇન જોરશોરથી ગાજી રહી પરંતું દેશમાં આજે મહિલાનું જાતીય શોષણ એટલી હદે થઇ રહ્યું છે કે તેમણે તેમનો દેહ પણ વેચવો પડે.દેશમાં કેટલાંય ગામો એવા છે જ્યાં મહિલાઓની સોદાબાજી સામાન્ય વાત છે.આજે આપણે મધ્યપ્રદેશના એક એવા ગામની વાત કરવી  છે જ્યાં મહિલાઓનો સ્ટેમ્પ પેપર પર સોદો થઇ રહ્યો છે.

મધ્યપ્રદેશના શિવપુરી  ગામ એક એવો વિસ્તાર છે જ્યાં છોકરીઓની સોદાબાજી કરવામાં આવે છે. તમે વાંચીને ચોંકી જાવ એ વાત તો એ છે કે અહીં  છોકરીઓ માત્ર 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર વેચાય છે. હજુ વધુ ચોંકવનારી વાત તો એ છે કે શિવપુરીમાં છેલ્લાં 25 વર્ષથી છોકરીઓની આ સોદાબાજી ચાલે છે.

શિવપુરીમાં છોકરીઓની લે-વેચનો આ ગોરખધંધો ‘ધડિચા’ નામની પ્રથાને લીધે કરવામાં આવે છે. સદીઓથી ગામના લોકો આ પ્રથાને અનુસરે છે. આ પરંપરા હેઠળ અહીં 20 રુપિયાના સ્ટેમ્પ પર જ છોકરીઓ લોકોના મનોરંજનનો સામાન બની જાય છે.

તમને વિશ્વાસ નહીં આવે કે સ્ટેમ્પ પેપર પર જે કોન્ટ્રાક્ટ સાઇન કરવામાં આવે છે તે એક રાતે માટે કરવામાં આવે છે. ક્યારેક વધારે પૈસા મળવા પર સંબંધ લાંબા સમય સુધી રહે છે. ઓછી રકમ આપનારાઓને વધુ ‘સમય’ મળતો નથી. જેવો જ કોઇ ગ્રાહકનો કરારનો ખત્મ થાય છે તો, તેમને મોકલવામાં આવેલી મહિલાને કોઇ અન્ય માણસ માટે તૈયાર કરવામાં આવે છે.

મહિલાઓની આવી ચે-વેચ માટે આ ગામ માત્ર રાજય જ નહીં પૂરા દેશમાં બદનામ છે. આ ગામ રહેતી મહિલાઓ કહે છે કે આ પરંપરને ખતમ કરવા માટે ઘણી વખત સરકારે પ્રયાસો કર્યા પણ ખતમ ન થઇ.સરકારની ઉદાસીનતાને કારણે આ ગામની છોકરીઓનું ભાવિ સ્ટેમ્પ પેપર સુધી સીમિત રહી જાય છે.