Not Set/ #મંતવ્ય_નવરાત્રિ : બીજા દિવસે બ્રહ્મચારિણી દેવીને આ રીતે કરો પ્રસન્ન

નવરાત્રી શબ્દ સંસ્કૃત ભાષા પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે નવ રાત. આ નવ દિવસ સુધી માં આદ્યશક્તિ જગદંબાના જુદા જુદા નવ સ્વરુપની પૂજા-આર્ચના કરવામાં આવે છે. રાત્રી દરમિયાન મોડે સુધી જાગીને માંના ગરબા ગાઈ અને દાંડિયા રમીને લોકો નવરાત્રિના તહેવારની ઉજવણી કરે છે. વર્ષમાં નવરાત્રીનો તહેવાર કુલ ચાર વખત આવે છે. જેમાં બે […]

Top Stories
aa 1 #મંતવ્ય_નવરાત્રિ : બીજા દિવસે બ્રહ્મચારિણી દેવીને આ રીતે કરો પ્રસન્ન

નવરાત્રી શબ્દ સંસ્કૃત ભાષા પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે નવ રાત. આ નવ દિવસ સુધી માં આદ્યશક્તિ જગદંબાના જુદા જુદા નવ સ્વરુપની પૂજા-આર્ચના કરવામાં આવે છે. રાત્રી દરમિયાન મોડે સુધી જાગીને માંના ગરબા ગાઈ અને દાંડિયા રમીને લોકો નવરાત્રિના તહેવારની ઉજવણી કરે છે. વર્ષમાં નવરાત્રીનો તહેવાર કુલ ચાર વખત આવે છે. જેમાં બે નવરાત્રી ગુપ્ત નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ એકમાત્ર શારદીય નવરાત્રી જ છે જેની ઉજવણી ખૂબ જ વ્યાપક સ્વરુપે કરવામાં આવે છે.

તો આવો જાણીએ બીજા એટલે કે આજના દિવસે માં આદ્યશક્તિ જગદંબાના કયા સ્વરૂપની પૂજા અર્ચના કરવાથી કેવું ફળ મળે છે.

બીજો દિવસઃ બ્રહ્મચારિણી દેવી

બ્રહ્મચારિણીનો અર્થ થાય છે બ્રહ્મચર્યનું પાનલ કરનાર દેવી. માંનું આ સ્વરુપ તપસ્વી સ્વરુપ છે. બ્રહ્મચર્યનો અર્થ પણ તમારે પહેલા સમજી લેવાની જરુર છે. આ શબ્દ બે શબ્દથી બન્યો છે બ્રહ્મ એટલે કે તપ અને ચર્ય એટલે કે તેમાં વિહાર કરનાર. અર્થાત તપમય જીવન જીવવાવાળી.

નૌ શક્તિઓમાં બીજુ સ્વરૂપ માં બ્રહ્મચારિણીનવરાત્રિનો બીજો દિવસ માં બ્રહ્મચારિણીને સમર્પિત કરવામાં આવ્યો છે. માં ભગવતીની નવ શક્તિઓમાં બીજું સ્વરૂપ છે માં બ્રહ્મચારિણી. તેમને જ્ઞાન, તપસ્યા અને વૈરાગ્યની દેવી માનવામાં આવે છે.વિદ્યાર્થીઓએ કરવી જોઈએ માંના આ સ્વરૂપની સાધનાબ્રહ્મચર્ય પાલન કરવાવાળા માતાજીના આ સ્વરૂપની સાધનાથી વિદ્યાર્થીઓ અને તપસ્વીઓને વિશેષ લાભ મળે છે. તેમજ જેમનો ચંદ્રમા નબળો હોય તેમને પણ માતાની પૂજાથી વિશેષ લાભ મળે છે.મહાદેવને પતિ તરીકે મેળવવા કરી કઠોર તપસ્યાશાસ્ત્રોમાં કહ્યા મુજબ માતા દુર્ગાના પાર્વતી સ્વરૂપે પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી તરીકે અવતાર લીધો અને મહર્ષિ નારદમુનીના કહેવા પર મહાદેવને પતિ તરીકે મેળવવા કઠોર તપસ્યા કરી.આવું છે માં બ્રહ્મચારિણીનું સ્વરૂપમાં શાંત સ્વરૂપે તપ કરવામાં લીન રહે છે. કઠોર તપ કરવાથી આભામંડળ પર અદભૂત ચમક રહે છે. માંના એક હાથમાં ચંદનની માળા અને એક હાથમાં કમંડળ શોભે છે.

આ મંત્રના જપ સાથે કરો માં બ્રહ્મચારિણીને પ્રસન્ન

या देवी सर्वभू‍तेषु ब्रह्मचारिणी रूपेण संस्थिता।नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।

એટલે કે હે સર્વત્ર વિરાજમાન માં બ્રહ્મચારિણી, આપને મારા ઘડી ઘડી નમન.

બ્રહ્મચારિણીની ઉપાસના સમયે પીળા અથવા સફેદ વસ્ત્રો પહેરવા જોઈએ. માંના સ્વરૂપને સફેદ વસ્તુઓ અર્પિત કરો જેમ કે મિશ્રી, ખાંડ અથવા પંચામૃત.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.