Not Set/ પહેલા તબક્કાની 89 બેઠકો માટે શરૂ થશે, ચૂંટણીજંગ

ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની 89 બેઠકો માટેની ચૂંટણીમાં એક હજાર સાતસોને ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જેમાં જુદા-જુદા રાજકીય પક્ષોના કુલ 915 અને અપક્ષ તરીકે 788 ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભર્યા છે. રાજ્યના ચૂંટણી કમિશનર બી.બી. સ્વેને પત્રકાર પરિષદ યોજીને આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતું કે સૌથી વધુ 42 ઉમેદવારીપત્રક સુરતની લિબાયત બેઠક પરથી […]

Top Stories
Voting EVM Machin 1 પહેલા તબક્કાની 89 બેઠકો માટે શરૂ થશે, ચૂંટણીજંગ

ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની 89 બેઠકો માટેની ચૂંટણીમાં એક હજાર સાતસોને ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જેમાં જુદા-જુદા રાજકીય પક્ષોના કુલ 915 અને અપક્ષ તરીકે 788 ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભર્યા છે.

રાજ્યના ચૂંટણી કમિશનર બી.બી. સ્વેને પત્રકાર પરિષદ યોજીને આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતું કે સૌથી વધુ 42 ઉમેદવારીપત્રક સુરતની લિબાયત બેઠક પરથી ભરાયા છે. તેમણે જણાવ્યુ કે ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા અને નિયંત્રણ માટે સમગ્ર રાજ્યમાં બન્ને તબક્કા માટે કુલ 191 સામાન્ય ચૂંટણી નિરીક્ષકો મુકાયા છે.

બી. બી. સ્વેને જણાવ્યુ હતુ કે અત્યાર સુધીમાં બન્ને તબક્કા માટે બહુજન સમાજ પાર્ટી તરફથી 87, ભાજપ તરફથી 193, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી તરફથી 1, માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી તરફથી 2, કોંગ્રેસ તરફથી 196 અને એનસીપી તરફથી 44 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જ્યારે રાજ્યમાં નોંધાયેલ સ્ટેટ પાર્ટીમાંથી જનતાદળ-યુ ના 27, જનતાદળ-સેક્યુલરનો 1, શિવસેનાના 28, આમઆદમી પાર્ટીના 36 તેમજ સમાજવાદી પાર્ટીના 5 ઉમેદવારોએ ફોર્મ ભર્યુ છે.