ક્રાઈમ બ્રાંચ/ ગેંગસ્ટર રવિ પૂજારીની પૂછપરછમાં અનેક ખુલાસા, દીકરીઓને ભણાવી પોતે બન્યો ક્રાઈમની દુનિયાનો કિંગ

રવિ પુજારીએ બાળકોને ઉચ્ચ અભ્યાસ કરાવ્યો અને નામ અનુસાર ખુબ જ ધાર્મિકવૃતિ ધરાવતા પુજારીએ પોતાની પુત્રીને ક્રિમિનલ-હ્યુમન સાયકોલોજીમાં ઉચ્ચ અભ્યાસ કરાવ્યો છે.

Top Stories Ahmedabad Gujarat
chatak 26 ગેંગસ્ટર રવિ પૂજારીની પૂછપરછમાં અનેક ખુલાસા, દીકરીઓને ભણાવી પોતે બન્યો ક્રાઈમની દુનિયાનો કિંગ

@ભાવેશ રાજપૂત, અમદાવાદ્દ

બેંગ્લોરથી ટ્રાન્સફર વોરન્ટના આધારે ગુજરાતમાં લવાયેલા રવિ પુજારીની પુછપરછમાં મહત્વના ખુલાસાઓ સામે આવ્યા છે. તેની રહેણીકરણી અને વિચારસરણી કોઇ ઉદ્યોગપતિને પણ શરમાવે તેવી છે. રવિ પુજારી સાઉથ આફ્રિકામાં પોતાના પરિવાર સાથે સેટલ થઇ ચુક્યો હતો. તે સાઉથ આફ્રિકામાં નામ બદલીને ન માત્ર રહેતો હતો પરંતુ ઇન્ડિયન રેસ્ટોરન્ટ પણ ચલાવતો હતો. પરિવારમાં પત્ની, માતા અને બે બાળકોને પણ ઉચ્ચ અભ્યાસ કરાવી ચુકેલો છે.

ક્રાઈમની દુનિયામાં માસ્ટર માઈન્ડ રહી ચુકેલા રવિ પુજારીની અમદાવાદ ક્રાઈમબ્રાંચ હાલ પુછપરછ કરી રહી છે જેમાં અનેક ખુલાસાઓ સામે આવ્યા છે. રવિ પુજારીએ બાળકોને ઉચ્ચ અભ્યાસ કરાવ્યો અને નામ અનુસાર ખુબ જ ધાર્મિકવૃતિ ધરાવતા પુજારીએ પોતાની પુત્રીને ક્રિમિનલ-હ્યુમન સાયકોલોજીમાં ઉચ્ચ અભ્યાસ કરાવ્યો છે. જ્યારે દીકરો સાયન્સમાં અભ્યાસ કરી રહ્યો છે. પોતાના બંન્ને બાળકોને અંધારી આલમથી દુર ખુબ જ અભ્યાસ કરવા માટે પ્રેરિત કરતો હતો. પોતે પણ ખુબ જ ધાર્મિક વૃતિનો છે. રોજે હનુમાન ચાલીસા અને પુજાપાઠ પાઠ કરીને જ દિવસની શરૂઆત કરે છે. આ ઉપરાંત કપડાનો ખુબ જ શોખીન છે. પોલીસનાં જણાવ્યા અનુસાર સાઉથ આફ્રિકામાં નમસ્તે ઇન્ડિયા નામની હોટલ ચલાવતો રવિ પુજારી પોતાના બિઝનેસ સેટ કરી સેટલ થયો હતો. એટલું જ નહીં હોટલ તો ઠીક નામની પણ ફ્રેંન્ચાઇઝી રવિ પુજારી બિઝનેસમેન હોય તે પ્રકારે સમગ્ર આયોજન કર્યું હતું. પોતાની હોટલ ચાલુ કરી તેની ફ્રેન્ચાઇજી તો તે આપતો જ પરંતુ જો કોઇ રવિ પુજારીના નામ ખંડણી માંગવા ઇચ્છતું હોય તો નામની પણ ફ્રેન્ચાઇજી આપતો હતો.

રવી પુજારીએ અંડર વર્લ્ડ ડોન દાઉદની હત્યાનો ફુલપ્રુફ પ્લાન બનાવ્યા બાદ છેલ્લી ઘડીએ ફેરવી તોળ્યું. દાઉદની હત્યાનો ફુલપ્રુફ પ્લાન રવિ પુજારી રાજનના કહેવાથી બનાવી ચુક્યો હતો. જો કે છેલ્લી ઘડીએ તેને લાગ્યું કે દાઉદને માર્યા બાદ પોતાની સલામતી અંગે ચિંતા થતા છેલ્લી ઘડીએ ફેરવી તોળ્યું હતું. છોટા રાજન સાથે સંબંધો બગડ્યા બાદ છોટા શકીલ સાથે મળીને પણ થોડો સમય કામ કર્યું હતું. પોતે બહાર કરતા જેલમાં સલામત હોવાનું લાગતા ધરપકડ વહોરી હતી. રવિ પુજારીની ત્રણ આઇપીએસ અધિકારી સતત પુછપરછ કરી રહ્યા છે. જો કે પોતે ડ્રગ્સના વ્યવસાય સાથે સંકળાયેલો નહી હોવાનું સતત રટણ કરી રહ્યો છે. કોર્ટના આદેશ અનુસાર વીડિયોગ્રાફી સાથે પોલીસ ઇન્ટરોગેશન ચાલી રહ્યું છે. જો કે ક્રાઇમબ્રાંચમાં તેને નીચે બેસાડાતા ગભરાઇ ગયો હતો અને બેંગ્લોરમાં તેને બેસવા માટે બાકડો અપાયાનું કહ્યું હતું. રિકવેસ્ટ સાથે તેને ખુરશી કે બાકડો આપવામાં આવે તેવી અપીલ કરી હતી. પોલીસ હાલ તો સાયન્ટિફિક પુરાવાઓ એકત્ર કરી રહી છે.

મંત્રીમંડળ / રાજસ્થાનમાં કેબિનેટનું વિસ્તરણ થઇ શકે છે,શું પાયલોટની નારાજગી દૂર કરી શકશે ગહેલોત ?

ગુજરાતમાં અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, કોંગ્રેસી નેતા શક્તિસિંહ ગોહિલને પણ રવિ પુજારી ધમકી આપી ચુક્યો છે. આ ઉપરાંત અમુલના એમડીને પણ ધમકી આપી ચુક્યો છે. આ ઉપરાંત બોલિવુડમાં સલમાન ખાન, શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને હાલમાં વિવાદોમાં રહેલા રાજ કુન્દ્રાને પણ ધમકી આપી ચુક્યો છે. જો કે છેલ્લા 5 વર્ષથી તે અંધારી આલમ છોડી ચુક્યો હોવાનું પણ પોલીસને જણાવી રહ્યો છે. ત્યારે સોમવારે રવી પુજારીને પોલીસ વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી માટે લઈ જશે અને તે બાદ આગળની તપાસ હાથ ધરાશે. ત્યારે જોવાનુ રહ્યુ કે ક્રાઈમબ્રાંચની આગળની તપાસમાં શુ નવા ખુલાસાઓ સામે આવે છે.

વિધાનસભા ચૂંટણી 2022 / રાજ્યની આદિવાસી બાહુલ્ય ધરાવતી તમામ બેઠકો ઉપર BTP પોતાના ઉમેદવારો ઉભા રાખશે