scrap policy/ પ્રદૂષણ ઘટાડવાની દિશામાં મહત્વનું પગલુંઃ 15 વર્ષ જૂની સરકારી ગાડીઓ સ્ક્રેપ કરાશે

સરકારે વધતા જતા પ્રદૂષણને (Pollution) નાથવા માટે વધુ એક પગલું લીધું છે. તેમા લાવવામાં આવેલા નવા નિયમ મુજબ સરકારી એકમો પણ 15 વર્ષથી વધુ જૂની ગાડીઓ ચલાવી નહી શકે.

Top Stories India
Scrap policy પ્રદૂષણ ઘટાડવાની દિશામાં મહત્વનું પગલુંઃ 15 વર્ષ જૂની સરકારી ગાડીઓ સ્ક્રેપ કરાશે

નવી દિલ્હી: સરકારે વધતા જતા પ્રદૂષણને (Pollution) નાથવા માટે વધુ એક પગલું લીધું છે. તેમા લાવવામાં આવેલા નવા નિયમ મુજબ સરકારી એકમો પણ 15 વર્ષથી વધુ જૂની ગાડીઓ ચલાવી નહી શકે. સરકારી કંપનીઓ, સરકારના વિભાગો અને સરકારી એકમોએ પણ 15 વર્ષ કરતાં વધારે જૂની ગાડીઓને સ્ક્રેપ (Scrap) કરી દેવી પડશે.

ઉલ્લેખનીય છે કે સરકાર પ્રદૂષણના વધતા સ્તરને ઘટાડવા માટે સતત પ્રયાસ કરી રહી છે. પ્રદૂષણને ઘટાડવા માટે પહેલાથી જ કેટલાય નિયમો બનેલા છે. સરકારે આ પહેલા વ્યક્તિગત પેટ્રોલ (Petrol) અને ડીઝલ (Diesel) ગાડીઓ પર એક સમય સીમા નક્કી કરી હતી કે, 10 વર્ષ અને 15 વર્ષ જૂના વાહનો ચલાવી શકાશે નહીં. પણ હવે આ નિયમ સરકારી ગાડીઓ પર પણ લાગૂ પડશે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટ કર્યું છે કે, હવે 15 વર્ષ બાદ સરકારી ગાડીઓ સ્ક્રેપ કરી દેવામાં આવશે અને આવી ગાડીઓ રોડ પર જોવા મળશે નહીં.

નીતિન ગડકરીએ આ નિયમને તમામ રાજ્યોમાં લાગૂ કરી દીધો છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને કહ્યું છે કે, પોતાના અધિકારક્ષેત્રમાં આવતા તમામ વિભાગોમાં ઉપયોગમાં લેવાઈ રહેલા 15 વર્ષ જૂના વાહનો, ટ્રક, બસ અને કારને સ્ક્રેપ કરી દે.

ગયા વર્ષે મેમાં હરિયાણામાં નવા રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટી સેન્ટર (Scrapping facility center)ના ઉદઘાટનના પ્રસંગે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે દેશના દરેક જિલ્લામાં વાહનોને સ્ક્રેપ કરવા માટે બેથી ત્રણ સેન્ટર ખોલવામાં આવશે. આ સમારંભ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સરકારની નવી સ્ક્રેપ પોલિસીના લીધે લગભગ દસ હજાર કરોડ રૂપિયાનું રોકાણ આવશે.

આ પણ વાંચો

India-New Zealand Bilateral Series/ ભારતને પ્રથમ વન-ડેમાં સાત વિકેટે હરાવતું ન્યૂઝીલેન્ડઃ લાથમની સદી, વિલિયમ્સનના 94*

FIFA WORLD CUP/ ફિફા વર્લ્ડ કપના ઉત્તરપ્રદેશ સાથેના કનેકશન અંગે જાણો