Ahmedabad Realty/ અમદાવાદમાં ધમધમવા લાગેલું રિયલ્ટી સેક્ટરઃ લોનધારકો બમણા થયા

અમદાવાદમાં રિયલ્ટી સેક્ટર ફરી પાછુ ધમધમવા લાગ્યુ છે. સ્ટેટ લેવલની બેન્કર્સ કમિટી (એસએલબીસી)ના ડેટા અનુસાર નાણાકીય વર્ષ 20223-24ના એપ્રિલથી જુન ક્વાર્ટરમાં હોમ લોન રેનારાઓની સંખ્યામાં 100 ટકાથી પણ વધુને વધારો થયો છે.

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad Realty અમદાવાદમાં ધમધમવા લાગેલું રિયલ્ટી સેક્ટરઃ લોનધારકો બમણા થયા

અમદાવાદ: અમદાવાદમાં રિયલ્ટી સેક્ટર ફરી પાછુ ધમધમવા લાગ્યુ છે. સ્ટેટ લેવલની બેન્કર્સ કમિટી (એસએલબીસી)ના ડેટા અનુસાર નાણાકીય વર્ષ 20223-24ના એપ્રિલથી જુન ક્વાર્ટરમાં હોમ લોન રેનારાઓની સંખ્યામાં 100 ટકાથી પણ વધુને વધારો થયો છે. નાણાકીય વર્ષના 2022-23ના પ્રથમ ક્વાર્ટરમાં નવી હોમ લેનારાઓની સંખ્યા 77,296 હતી, જે વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં વધીને બમણી 1.55 લાખ કરતાં વધુ થઈ છે.

મંગળવારે ગાંધીનગરમાં 178મી એસએલબીસી બેઠક યોજાઈ હતી અને તેનું અધ્યક્ષ પદ સીએમ ભુપેન્દ્ર પટેલે કર્યુ હતુ. સુધારેલી માંગ ઉપરાંત જંત્રી માટેના દરમાં વધારો કરવાની સમયમર્યાદામાં સુધારો એ ઋણધારકોમાં વધારો થવાનું મુખ્ય કારણ કહેવાય છે.

SLBC ગુજરાતના ટોચના સ્ત્રોતે જણાવ્યું હતું કે 15 એપ્રિલથી જંત્રી દરમાં સુધારાની જાહેરાતતી ઘર ખરીદનારાઓ ઉન્માદમાં મૂકાઈ ગયા હતા. તેના લીધે મોટાભાગનાએ નાની રકમ માટે પણ ઝડપથી હોમ લોન લેવી પડી હતી. હોમ લોન અરજદારોની સંખ્યામાં વધારો થવાનું એક મુખ્ય કારણ આ પણ હતુ. તેમા નવા ખરીદદારોની સાથે જૂનાનો સમાવેશ થાય છે.

મહત્વની વાત એ છે કે કુલ વિતરણની રકમમાં થોડો ઘટાડો થયો હતો. એસએલબીસીના અહેવાલ મુજબ પ્રથમ ત્રિમાસિક સમયગાળામાં તાજા વિતરણ 8,307 કરોડ હતુ, જે સમાન ક્વાર્ટરમાં 8,402 કરડ હતું. બેન્કિં સેક્ટરના સૂત્રોએ જણાવ્યું હતું કે આનો અર્થ એમ થાય છે કે ઋણની અંદર એકંદર ટિકિટનું કદ ઘટ્યું છે.

હાઉસિંગ લોનમાં વધારો થવાનું એક કારણ  પણ માનવામાં આવે છે કે ઓછી રકમના એફોર્ડેબલ હાઉસિંગની માંગ વધી છે. આ ઉપરાંત લોકો બીજું મકાન રોકાણ માટે ખરીદી રહ્યા છે, તેઓ વધારે મોટી રકમનું ડાઉન પેમેન્ટ કરીને લોન લઈ રહ્યા છે. આના લીધે હાલમાં રિયલ્ટી રેસિડેન્ટની માંગમાં નોંધપાત્ર ઉછાળો થયો છે. તેના લીધે એફોર્ડેબલ અને પ્રીમિયમ હાઉસિંગ બંનેની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. હાઉસિંગની કુલ માંગમાં એફોર્ડેબલ સેગમેન્ટનો ફાળો 50 ટકા છે. તેમા 3 બીએચકે અને 4 બીએચકેની માંગમાં મિશ્ર વલણ જોવા મળ્યું છે. તેના લીધે લોનની ફાળવણીમાં પણ વધારો થયો છે. આ ઉપરાંત અમદાવાદ હવે મેટ્રોપોલિટન શહેર બન્યું હોવાથી અહીં વસવાટ કરનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે.


whatsapp ad White Font big size 2 4 અમદાવાદમાં ધમધમવા લાગેલું રિયલ્ટી સેક્ટરઃ લોનધારકો બમણા થયા


 

આ પણ વાંચોઃ Subscription Plan/ એલન મસ્કનો મોટો દાવ, હવે ‘X’ પર પોસ્ટ માટે પણ ચૂકવવા પડશે પૈસા!

આ પણ વાંચોઃ Ambalal Forecast/ ગુજરાત પર ત્રાટકશે તેજ વાવાઝોડુઃ અંબાલાલની આગાહી

આ પણ વાંચોઃ Jammu Kashmir/ પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, BSFના બે જવાનોને ગોળી વાગી