Subscription Plan/ એલન મસ્કનો મોટો દાવ, હવે ‘X’ પર પોસ્ટ માટે પણ ચૂકવવા પડશે પૈસા!

એલન મસ્કની જાહેરાત, હવે તમારે X (Twitter) પર પણ પોસ્ટ કરવા માટે પૈસા ચૂકવવા પડશે! હા. હવે X(Twitter) હવે ફ્રી નથી.

Top Stories Business
YouTube Thumbnail 2023 10 18T113824.579 એલન મસ્કનો મોટો દાવ, હવે 'X' પર પોસ્ટ માટે પણ ચૂકવવા પડશે પૈસા!

એલન મસ્કની જાહેરાત, હવે તમારે X (Twitter) પર પણ પોસ્ટ કરવા માટે પૈસા ચૂકવવા પડશે! હા. હવે X(Twitter) હવે ફ્રી નથી. ટૂંક સમયમાં અહીં બધું પેઈડ થવા જઈ રહ્યું છે. એલન મસ્ક એક નવા પ્લાન પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. અને તેનો અમલ ટૂંક સમયમાં અપેક્ષિત છે. યોજના એ છે કે X (Twitter) પર બોટની સંખ્યા વધી રહી છે. આને રોકવા માટે, મસ્ક “Not A Bot” પ્લાન લઈને આવી રહ્યા છે. જેમાં યુઝર્સે પોસ્ટ, શેર, રીપોસ્ટ, બુકમાર્ક માટે 1 ડોલરની કિંમત ચૂકવવી પડશે.

જો તમે પ્લાન ન લો, તો તમે તેનો ઉપયોગ કરી શકશો નહીં

જો યુઝર્સ આ પ્લાન લેતા નથી, તો તેઓ ફક્ત ફોલોઅર્સને પોસ્ટ અને ફોલો કરી શકશે. એટલે કે બ્લુટિક બાદ એવું કહી શકાય કે મસ્ક ફરી એકવાર યુઝર્સને ઝટકો આપવા માટે તૈયાર છે. આ માટે મસ્કે ન્યુઝીલેન્ડ અને ફિલિપાઈન્સમાં ટેસ્ટિંગ માટે આ સર્વિસ પણ શરૂ કરી છે.

X પર ફેક એકાઉન્ટ ધરાવતી પોસ્ટની સંખ્યામાં વધારો

છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો X (Twitter) પર નકલી એકાઉન્ટ ધરાવતી લગભગ 20થી 30 લાખ પોસ્ટ છે. અને સતત સારા દરે વધી રહ્યા છે. આ માટે કંપની દ્વારા આ પ્લાન લાવવામાં આવ્યો છે. પરંતુ જ્યારથી આ સમાચાર આવ્યા છે ત્યારથી લોકો સોશિયલ મીડિયા પર X (Twitter) માટે પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

બ્લૂ ટિક પોલિસી પછી X યુઝર્સમાં ઘટાડો થયો છે

જ્યારથી એલોન મસ્ક X(Twitter) માટે પેઈડ બ્લૂ ટિકની સ્કીમ લઈને આવ્યા છે, ત્યારથી તેના યુઝર્સ સતત ઘટી રહ્યા છે. છેલ્લા 6 મહિનામાં લગભગ 20 થી 25 લાખ યુઝર્સે X (Twitter) છોડી દીધું છે. નવી પ્લાન બાદ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આપણે આ સંખ્યામાં વૃદ્ધિ જોઈ શકીએ છીએ.


whatsapp ad White Font big size 2 4 એલન મસ્કનો મોટો દાવ, હવે 'X' પર પોસ્ટ માટે પણ ચૂકવવા પડશે પૈસા!


આ પણ વાંચો: Ambalal Forecast/ ગુજરાત પર ત્રાટકશે તેજ વાવાઝોડુઃ અંબાલાલની આગાહી

આ પણ વાંચો: Jammu Kashmir/ પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, BSFના બે જવાનોને ગોળી વાગી

આ પણ વાંચો: Diwali Bonus/ મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી પહેલા આપી આ મોટી ભેટ