Not Set/ Bharat Bandh/ આજે CAA, NRC અને NPR નાં વિરુદ્ધમાં ભારત બંધ

દેશનાં ઘણા ભાગોમાં નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) ને લઇને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે પણ આ કાયદા અંગે સરકારની સુનાવણી કર્યા વિના રોકાવાની ના પાડી દીધી છે. હવે સીએએનો વિરોધ કરનારા સંગઠનોએ 29 જાન્યુઆરી એટલે કે આજે ભારત બંધનું એલાન આપ્યું છે. અહેવાલો અનુસાર, બહુજન ક્રાંતિ મોરચાએ સીએએ, એનઆરસી અને એનપીઆર સામે ભારત […]

Top Stories India

દેશનાં ઘણા ભાગોમાં નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) ને લઇને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે પણ આ કાયદા અંગે સરકારની સુનાવણી કર્યા વિના રોકાવાની ના પાડી દીધી છે. હવે સીએએનો વિરોધ કરનારા સંગઠનોએ 29 જાન્યુઆરી એટલે કે આજે ભારત બંધનું એલાન આપ્યું છે. અહેવાલો અનુસાર, બહુજન ક્રાંતિ મોરચાએ સીએએ, એનઆરસી અને એનપીઆર સામે ભારત બંધની હાકલ કરી છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ બંધમાં શાહીન બાગમાં પ્રદર્શન કરતી મહિલાઓએ પણ જોડાવાનું નક્કી કર્યું છે. વળી અનેક મુસ્લિમ સંગઠનો પણ તેને સમર્થન આપી રહ્યા છે. મહારાષ્ટ્રનાં મુંબઇ શહેરમાં બહુજન ક્રાંતિ મોરચાનાં સભ્યોએ કંજુરમાર્ગ સ્ટેશન પર રેલ્વે ટ્રેકને અવરોધિત કર્યો છે. આ લોકો હાથમાં પોસ્ટરો લઈને સીએએ અને સંભવિત રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (એનઆરસી) નો વિરોધ કરી રહ્યા છે.

વળી, કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારોને એલર્ટ રહેવાની સલાહ આપી છે, જેથી પરિસ્થિતિ નિયંત્રણમાં રહે. બહુજન ક્રાંતિ મોરચાનાં ભારત બંધને ધ્યાનમાં રાખીને રાજ્યોએ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે. જણાવી દઇએ કે દિલ્હીનાં શાહીન બાગ વિસ્તારમાં બે મહિના કરતા વધુ સમયથી લોકો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. અહીં પ્રદર્શન કરનારી મહિલાઓએ સ્પષ્ટ કર્યું છે કે સીએએ પાછુ નહી ખેંચાય ત્યાં સુધી તેઓ બેસી રહેશે. જણાવી દઇએ કે, શાહીન બાગમાં પ્રદર્શનકારીઓ મુખ્ય માર્ગ બ્લોક કરી રાખ્યો છે.

નાગરિકતા સુધારણા કાયદામાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી 31 ડિસેમ્બર, 2014 સુધીમાં આવેલા બિન-મુસ્લિમ સમુદાય (હિન્દુ, શીખ, બૌદ્ધ, ખ્રિસ્તી, જૈન અને પારસી) નાં લોકો કે જે દમનનો ભોગ બનેલા છે તેમને ભારતની નાગરિકત્વ આપવાની જોગવાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.