Ambalal forecast/ ગુજરાત પર ત્રાટકશે તેજ વાવાઝોડુઃ અંબાલાલની આગાહી

બિપરજોયમાંથી બેઠા થયેલા ગુજરાત માટે માઠા સમાચાર છે. જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાત પર બિપરજોય જેવી બીજી મોટી આફત આવી છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 33 4 ગુજરાત પર ત્રાટકશે તેજ વાવાઝોડુઃ અંબાલાલની આગાહી

અમદાવાદઃ બિપરજોયમાંથી બેઠા થયેલા ગુજરાત માટે માઠા સમાચાર છે. જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાત પર બિપરજોય જેવી બીજી મોટી આફત આવી છે. તેમણે જણાવ્યું હતું કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય થાય તો તેની અસર ગુજરાતના વાતાવરણ પર થતી હોય છે.

હાલમાં અરબી સમુદ્રમાં એક સરક્યુલેશન સક્રિય થયું છે અને 21મી ઓક્ટોબર સુધીમાં આ સરક્યુલેશન ડિપ્રેશન બને તેવી સંભાવના છે. આ વાવાઝોડાને તેજ નામ આપવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા આ જ વાવાઝોડાને નામ આપવામાં આવ્યું છે.

આ સરક્યુલેશન ડિપ્રેશન અને પછી તેમાથી ડીપ ડિપ્રેશનમાં પરિવર્તીત થઈને મોટા ચક્રવાતમાં પરિણમી શકે છે. આના પગલે હવામાન નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે કે અરબ સાગરના દક્ષિણ પૂર્વી ભાગોમાં ચક્રવાતની સ્થિતિ બની રહી છે. આગામી 72 કલાકમાં આ ડિપ્રેશન સમુદ્રના દક્ષિણ મધ્યભાગોમાં સ્થળાંતરિત થઈ શકે છે. તેની સાથે નીચા દબાણના ક્ષેત્રમાં આકાર પામી શકે છે. પણ આ વાવાઝોડું શું અસર કરશે તેનો અંદાજ લગાવી શકાયો નથી.

આમ છતાં આ વાવાઝોડું ગુજરાત પર તોળાઈ રહ્યું છે તે હકીકત છે. અરબી સમુદ્રમાંથી તે ગમે ત્યારે ગુજરાત તરફની દિશા પકડી શકે છે. આમ થાય તો ગુજરાત પર ફરીથી બિપરજોય જેવું તેજ વાવાઝોડું ત્રાટકી શકે છે. હાલમાં તો હવામાન વિભાગ તેના પર ચાંપતી નજર રાખી રહ્યું છે. તેનો સતત ટ્રેક રાખવામાં આવી રહ્યો છે. તેથી નવરાત્રિ પછી ગુજરાતીઓએ અને તેમા પણ ખાસ કરીને દરિયાકાંઠાના વસનારાઓએ સાવધાની દાખવવી જરૂરી છે.


whatsapp ad White Font big size 2 4 ગુજરાત પર ત્રાટકશે તેજ વાવાઝોડુઃ અંબાલાલની આગાહી


આ પણ વાંચોઃ Jammu Kashmir/ પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, BSFના બે જવાનોને ગોળી વાગી

આ પણ વાંચોઃ Diwali Bonus/ મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી પહેલા આપી આ મોટી ભેટ

આ પણ વાંચોઃ Gaza Hospital Attack/ ‘ઈઝરાયલે હુમલો નથી કર્યો, ઈસ્લામિક જેહાદના રોકેટે મિસ ફાયર કર્યું’: નેતન્યાહુ