ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. આમાં અત્યાર સુધીમાં બંને પક્ષના 4500થી વધુ લોકો માર્યા ગયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન ઈઝરાયલ સાથે એકતા દર્શાવવા માટે આજે તેલ અવીવ પહોંચી રહ્યા છે. દરમિયાન મંગળવારે મોડી રાત્રે હમાસે દાવો કર્યો હતો કે ઈઝરાયલી સેનાએ ગાઝાની એક હોસ્પિટલ પર હુમલો કર્યો હતો, જેમાં અત્યાર સુધીમાં 500 લોકોના મોત થયા છે. હમાસના દાવા પર ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ પણ પ્રતિક્રિયા આપી છે.
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિનએ કહ્યું કે, આખી દુનિયાએ જાણવું જોઈએ કે ગાઝામાં બર્બર હુમલો ઈઝરાયલની સેનાએ નહીં પરંતુ આતંકીઓએ કર્યો છે. જે લોકો અમારા બાળકોને નિર્દયતાથી મારી નાખે છે, તેઓ પોતાના બાળકોને પણ મારી નાખે છે.
હોસ્પિટલ પરના હુમલા અંગે IDFનું નિવેદન
આ પહેલા IDFએ માહિતી આપતા કહ્યું હતું કે હોસ્પિટલ પર હુમલા માટે ઈસ્લામિક જેહાદ જવાબદાર છે. IDFએ કહ્યું, દુશ્મનો દ્વારા ઈઝરાયલ પર ઘણા રોકેટ છોડવામાં આવ્યા હતા, જેમાંથી એક નિષ્ફળ ગયું હતું, જેણે ગાઝાની આ હોસ્પિટલને નિશાન બનાવી હતી. અમારી પાસે ઉપલબ્ધ વિવિધ ગુપ્તચર માહિતી અનુસાર, હોસ્પિટલ પરના આ રોકેટ હુમલા માટે ઈસ્લામિક જેહાદ આતંકવાદી સંગઠન જવાબદાર છે.
આ પણ વાંચો: Israel Hamas War/ પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિએ જો બાઈડેન સાથેની મહત્વપૂર્ણ બેઠક રદ કરી!
આ પણ વાંચો: Navratri/ નવરાત્રીમાં ‘અખંડ જ્યોત’ શા માટે પ્રગટાવવામાં આવે છે? જાણો શું છે મહત્વ
આ પણ વાંચો: આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને નવરાત્રી ફળશે,જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય