#Navratri_Special/ નવરાત્રિમાં રાજ્ય સરકારના આ નિર્ણયથી ખૈલૈયાઓ અને નાના વેપારીઓને થઈ મોજ

નવરાત્રિમાં રાજ્ય સરકારે ખૈલેયાના ઉત્સાહને ધ્યાનમાં રાખી મહત્વનો નિર્ણય લીધો. રાજ્ય ગૃહમંત્રી હર્ષસંઘવીએ મંગળવારે જાહેરાત કરી કે ખૈલેયાઓ મોડી રાત સુધી ગરબાનો આનંદ લઈ શકશે.

Gujarat Trending Dharma & Bhakti
Navratri Garba

ખૈલેયા મોડી રાત સુધી ગરબાનો લઈ શકાશે આનંદ

ગુજરાત : નવરાત્રિમાં રાજ્ય સરકારે લોકલાગણીને ધ્યાનમાં રાખી મહત્વનો નિર્ણય લીધો. રાજ્ય ગૃહમંત્રી હર્ષસંઘવીએ મંગળવારે જાહેરાત કરી કે ખૈલેયાઓ મોડી રાત સુધી ગરબાનો આનંદ લઈ શકશે. આ મામલે પોલીસ અધિકારીઓને પણ સૂચના આપી કે લોકો નવરાત્રિ પર્વમાં ગરબા મજા માણી શકે માટે લાઉડસ્પીકર વગર મોડી રાત સુધી ગરબા યોજવા પર પોલીસ દ્વારા ખલેલ પંહોચવાડવામાં ના આવે. આ જાહેરાત નવરાત્રિ પર્વના ત્રીજા દિવસે કરવામાં આવી. ત્યારબાદથી બાકીના દિવસોમાં આ નિર્ણયનો અમલ કરાશે.

ગુજરાતના ગરબા વિશ્વવિખ્યાત બન્યા છે. ત્યારે ગુજરાતના જ લોકો ગરબાનો વધુ આનંદ લઈ શકે માટે રાજ્ય સરકારે લાઉડસ્પીકર વગર મોડી રાત સુધી ગરબા રમવા પર છૂટ આપી. નવરાત્રિ દરમ્યાન અપહરણ તેમજ યુવતીઓને છેડતીના કિસ્સાઓ વધતા રાતે 12 વાગ્યા બાદ ગરબા રમવા પર પ્રતિબંધ લાદ્યો હતો. પરંતુ કોરોના સમય બાદ પરિસ્થિતિ બદલાઈ છે. ગત વર્ષથી જાહેર સ્થાનો પર અને શેરી ગરબામાં લાઉડ સ્પીકર વગર ઢોલના તાલે મોડી રાત સુધી ગરબા રમવા પર મંજૂરી આપી.

રાજ્ય સરકારના આ નિર્ણયથી ખૈલેયાઓને મોજ થશે. સાથે નાના વેપારીઓ પણ તહેવારનો લાભ લઈ સારો ધંધો કરી શકશે. મોટા શોપિંગ મોલ અને ઓનલાઈન શોપિંગના કારણે લારીઓ પર થતા વેચાણને ફટકો પડ્યો છે. ફૂટપાથ પર લારી લઈને ઉભા રહેતા નાના વેપારીઓ સરકારના આ નિર્ણયથી ખુશ થયા છે. કેમકે તેમના માટે નવરાત્રિથી દિવાળી સુધીના દિવસો મહત્વના છે. આ જ સમયમાં તેઓ સારો વકરો કરતા હોય છે. નવરાત્રિમાં યુવાનો મોડી રાત સુધી બહાર ફરતા હોય છે. અને રાત્રિના સમયે તેઓ હોટલમાં જવાના બદલે ગરબાની આસપાસના સ્થાન પર ઉભેલ લારીઓ પરથી હળવો નાસ્તો કરવાનું પસંદ કરે છે. આ બાબતને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે નાના દુકાનદારોની લારીઓ રસ્તા પરથી દૂર ના કરવા  પોલીસને મૌખિક સૂચન કર્યું છે.  સાથે પોલીસ અધિકારીઓને નવરાત્રિ પર્વ દરમ્યાન અણબનાવો ના બને તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે માટે  સૂચના આપી છે. નોંધનીય છે કે ગતવર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારની છૂટ આપવામાં આવી હતી.