Not Set/ ભાજપ સરકારના વધુએક નેતા કોરોના સંક્રમિત, બનાસ ડેરીના ચેરમેન બન્યા કોરોના પોઝીટીવ

ભાજપ સરકારના ગુજરાત રાજ્યના પૂર્વ આરોગ્ય અને પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણ પર્યાવરણ અને શહેરી વિકાસ રાજ્ય મંત્રી એવા શંકર ચૌધરી કોરોના સંક્રમિત બન્યા છે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી ની તબિયત નાદુરસ્ત જણાતા કોરોના રિપોર્ટ કરાવ્યો હતો.  જે પોઝીટીવ આવ્યો છે અને ડોક્ટરની સલાહ મુજબ હોમ આઇસોલેટ થયા છે.

Top Stories Gujarat Trending
ramayan 2 ભાજપ સરકારના વધુએક નેતા કોરોના સંક્રમિત, બનાસ ડેરીના ચેરમેન બન્યા કોરોના પોઝીટીવ

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસની બીજી લહેરે તરખાટ મચાવ્યો છે.  ભાજપ સરકારના વધુ એક નેતા કોરોના સંક્રમિત બન્યા છે. ભાજપ સરકારના ગુજરાત રાજ્યના પૂર્વ આરોગ્ય અને પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણ પર્યાવરણ અને શહેરી વિકાસ રાજ્ય મંત્રી એવા શંકર ચૌધરી કોરોના સંક્રમિત બન્યા છે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી ની તબિયત નાદુરસ્ત જણાતા કોરોના રિપોર્ટ કરાવ્યો હતો.  જે પોઝીટીવ આવ્યો છે અને ડોક્ટરની સલાહ મુજબ હોમ આઇસોલેટ થયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ પણ હાલમાં અમદાવાદ યુ એન મહેતા માં કોરોના ની સારવાર લઇ રહ્યા છે. ભાવનગરમાં સાંસદ ભારતીબેન શિયાળ પણ હાલમાં જ કોરોના વાયરસથી સંક્રમિત બન્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.  રાજ્યના અનેક નામે નેતાઓ મંત્રીઓ કોરોના નો શિકાર બની ચુક્યા છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજ્યના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વિગેરે કોરોના નો શિકાર બન્યા છે.

જ્યારે ગુજરાત ભાજપના સાંસદ અભય ભારદ્વાજ નું કોરોના ના કારણે નિધન થયું હતું તો ગુજરાત કોંગ્રેસના સાંસદ અહેમદભાઇ પટેલ નું પણ કોરોના ના કારણે નિધન થયું હતું. રાજ્યના અનેક નેતાઓ ની સાથે સાથે કાર્યકર્તાઓ પણ પોતાની ચપેટમાં આવી ચૂક્યા છે.  હાલમાં રાજ્યમાં કોરોના સંક્રમિત નો આંકડો ૬ લાખની નજીક પહોંચવા આવ્યો છે.