Not Set/ ઐતિહાસિક દાંડીમાર્ગ ઉપર જ ગેરકાયદેસર ઓફીસ બનાવતા આ રોડ ખાતાના ચેરમેન

દાંડીપથ પર ભાજપના કાઉન્સિલર દ્વારા ગેરકાયદે દબાણ કરીને પોતાની વોર્ડ ઓફિસ બનાવી દેવામાં આવી છે.

Gujarat Others Trending
sargam 5 1 ઐતિહાસિક દાંડીમાર્ગ ઉપર જ ગેરકાયદેસર ઓફીસ બનાવતા આ રોડ ખાતાના ચેરમેન

સત્તા એટલે સાયબી, તમે ધારો એ કરી શકો, ધારો ત્યાં બાંધકામ કરી શકો, ધારો એને ગાળો ભાંડી શકો, स राजते विराजते, પોતાના હાથમાં જે રાજકીય સત્તા છે તેના વડે એ પ્રકાશે છે. પરંતુ આજકાલના નેતાઓ એ ભૂલી ગયા છે. અને સત્તના મદમાં છકી મન ફાવે તેમ વર્તી રહ્યા છે. આવો જ એક તાજો દાખલો આણંદ ના દાંડી માર્ગ ઉપર જોવા મળ્યો છે.

આણંદમાં સરેઆમ નિયમનો ભંગ કરી દાંડીપથ પર ભાજપના કાઉન્સિલર દ્વારા ગેરકાયદે દબાણ કરીને પોતાની વોર્ડ ઓફિસ બનાવી દેવામાં આવી છે. આણંદ નગર પાલિકાના રોડ ખાતાના ચેરમેન કેતન બારોટે જ ગેરકાયદે દબાણ કરી ઓફીસ બનાવી દીધી છે. વાદ જ ચીભડા ગળે તો ફ્રીયાદ્દ કોને કરવી ? ઐતિહાસિક દાંડીપથ પર કરવામાં આવેલું દબાણ તંત્રના ધ્યાને આવ્યું ન હતું.

ઉલ્લેખનીય છે કે રોડ ખાતાના ચેરમેન કેતન બારોટ દ્વારા દાંડી પથ પર જ અંશ એન્કલેવ અપાર્ટમેન્ટ પાસે પોતાની વોર્ડ ઓફિસ બનાવી છે. નિયમ પ્રમાણે રોડથી 40 મીટર જગ્યા છોડીને બાંધકામ થવું જોઈએ. પણ ભાજપના કાઉન્સિલરે માત્ર 1 થી 2 મીટરની જગ્યા છોડી પોતાની વોર્ડ ઓફિસ બનાવી દીધી છે.