Not Set/ કોરોનાને માત આપવા આ ગામ સક્ષમ

કોરોનાને માત આપવા માટે

Gujarat
agiya કોરોનાને માત આપવા આ ગામ સક્ષમ

રાજયમાં કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે.કોરોનાની બીજી લહેરે ગામડાં સુધી પહોંચી ગઇ છે. ગુજરાતના ઘણાબધા ગામડાંઓમાં કોરોનાએ દસ્તક દીધી છે. કોરોના રોકવા માટે મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન રાજયમાં ચાલી રહ્યું છે. ગુજરાતના કચ્છ જિલ્લાનો મોટા અંગિયા ગામે કોવિડ-19 સામે લડત આપવા અને તેની ચેઇન તોડવા માટે અગમચેતી પગલાં ભરીને કોરોના સામે એક હકારાત્મક લડત લડીને તેને માત આપવાનું નક્કી કર્યું છે. અને ગામમાં પહેલાથી જ કોરોનાની લડાઇ માટે સજ્જ હતું પરતું હવે વધુ સક્રીય થયું છે.

નખત્રાણા તાલુકાનો મોટા અંગિયા ગામ કોરોના મુક્ત કરવાનો અભિયાન આદર્યો છે. ગામમાં કોરોનાની જાગૃતિ માટે ચોમેર પોસ્ટર લગાવવામાં આવ્યા છે. અને જે લોકો વેક્સિનના બે ડોઝ સંપૂર્ણ લઇ લેતો તેમના ગ્રામપંચાયતના વેરા માફ કરવામાં આવે છે. આ ઉપરાંત ગામના 55 વર્ષીય વ્યકિતને ગામથી બહાર હોસ્પિટલ જવું હોય કે ખરીદી કરવા તો પંચાયતનો વાહન નિ:શુલ્ક આપવામાં આવે છે.જરૂરિયાત વગર ગામની બહાર પણ નહીં જવાનું, આ ઉપરાંત જે લોકો બિમાર હોય તેમના માટે 15 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. અને બિમાર વ્યક્તિને સાત્વિક ભોજન મફત પુરી પાડવામાં આવે છે. આ ઉપરાંત જે લોકો ઘરમાં હોમ આઇસોલેટ થયા હોય તેના માટે પણ પહેલાથી જ ટિફિનની સેવા પુરી પાડવામાં આવે છે.

ગ્રામ પંચાયતે એક હેલ્પલાઇન પણ શરૂ કરી છે,જે લોકોએ તેમના ઘરમાં સેનેટાઇઝ કરાવવું હોય તો સંપર્ક કરી શકે છે ,ગામના દરેક ધાર્મિક સ્થળોને સમયતંરાલે  સેનેટાઇઝ કરવામાં આવે છે. ગામમાં દર 15 દિવસે હેલ્થ કેમ્પનું આયોજન પણ કરવામાં આવે છે. પંચાયત દ્વારા અવાર-નવાર માસ્કનું વિતરણ અને ઉકાો આપવામાં આવે છે.આ ગામની કુલ વસ્તી 1200થી વધુ છે.