Not Set/ સરકારને સારું લગાડવા આરોગ્ય કર્મચારીઓને ઓછા ટેસ્ટ કરવા માટે ફરજ પાડવામાં આવી રહી છે

સરકારની જાહેરાત બાદ પણ rt pcr લેબ અને વધુ 25 વેન્ટિલેટર જો આગામી 12 તારીખ સુધીમાં મુકવા માં નહીં આવે તો ચોક્કસ મુદતના ઉપવાસ શરૂ કરવાની પણ તેમણે ચીમકી ઉચ્ચારી હતી.

Top Stories Gujarat Others Trending
ramayan 3 સરકારને સારું લગાડવા આરોગ્ય કર્મચારીઓને ઓછા ટેસ્ટ કરવા માટે ફરજ પાડવામાં આવી રહી છે

ગુજરાત રાજ્યમાં કોરોનાવાયરસ ની બીજી લહેરે તરખાટ મચાવ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમિત દૈનિક આંક 6 લાખની નજીક પહોંચવામાં આવ્યો છે.  ત્યારે દૈનિક નોંધાતા કેસમાં મામૂલી ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે જામનગર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા વિસ્તારના કોંગ્રેસી ધારાસભ્ય સરકાર ઉપર ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું છે કે સરકાર જાણી જોઇ ટેસ્ટિંગ કરતી નથી અને જેના કારણે કેસ ઓછા નોંધાય છે.

ધારાસભ્ય વિક્રમ માડમે જણાવ્યું હતું કે દેવભૂમિ દ્વારકાના કલેકટર પણ ભાજપના રબર સ્ટેમ્પ ની જેમ વર્તન કરી રહ્યા છે સરકાર ને સારું લગાડવા આરોગ્ય કર્મચારીઓ ને ઓછા ટેસ્ટ કરવા માટે ફરજ પાડવામાં આવી રહી છે. ધારાસભ્યના હોદ્દાની પણ કલેકટર દ્વારા અવગણના કરવામાં આવી રહી છે. પ્રભારીમંત્રી સહિતની મીટીંગોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને હાજર રાખવામાં આવતા નથી. તેવા પણ તેમણે આક્ષેપ કર્યા છે આ અંગે તેમણે મુખ્ય સચિવને કલેકટર વિરુદ્ધ ફરિયાદ પણ કરી છે.

તો સાથે વધુમાં તેમણે જણાવ્યું છે કે સરકારની જાહેરાત બાદ પણ rt pcr લેબ અને વધુ 25 વેન્ટિલેટર જો આગામી 12 તારીખ સુધીમાં મુકવા માં નહીં આવે તો ચોક્કસ મુદતના ઉપવાસ શરૂ કરવાની પણ તેમણે ચીમકી ઉચ્ચારી હતી.

ગ્રેઇન  માર્કેટ એક સપ્તાહ માટે આંશિક બંધ

અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર અને દ્વારકા જિલ્લામાં પણ કોરોના નું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે જામનગર ગ્રેઇન  માર્કેટ દ્વારા એક સપ્તાહ માટે આંશિક બંધનો નિર્ણય લેવામાં આવ્યો છે. વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક બંધનો નિર્ણય લેવા લેવામાં આવ્યો છે. ગ્રીન માર્કેટ આગામી સોમવારથી શુક્રવાર સુધી આંશિક બંધ રહેશે જ્યારે શનિ-રવિ સંપૂર્ણપણે બંધ રહેશે સોમવાર સોમવારથી શુક્રવાર સુધી 08:00 થી બપોરના બે વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે.