Not Set/ ટ્રમ્પે ભારત સહિત દુનિયા પર ફોડ્યો એટોમ બોમ્બ, કહ્યું, “દમ હોય તો ૪ નવેમ્બર પછી ઈરાન પાસેથી…

વોશિંગ્ટન, તાજેતરમાં જ ભારત અને રશિયા વચ્ચે થયેલી અત્યાધુનિક S – 400 મિસાઈલની ડીલ પહેલા અમેરિકા દ્વારા સતત દબાણ બનાવવામાં આવતું હતું, ભારત દ્વારા તેને નજરઅંદાજ કરીને આ મહત્વની ડીલ પર મહોર મારી હતી. આ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા સતત પ્રયાસો બાદ પણ ભારત દ્વારા ઈરાન પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલુ […]

Top Stories World Trending
donald trump ટ્રમ્પે ભારત સહિત દુનિયા પર ફોડ્યો એટોમ બોમ્બ, કહ્યું, "દમ હોય તો ૪ નવેમ્બર પછી ઈરાન પાસેથી...

વોશિંગ્ટન,

તાજેતરમાં જ ભારત અને રશિયા વચ્ચે થયેલી અત્યાધુનિક S – 400 મિસાઈલની ડીલ પહેલા અમેરિકા દ્વારા સતત દબાણ બનાવવામાં આવતું હતું, ભારત દ્વારા તેને નજરઅંદાજ કરીને આ મહત્વની ડીલ પર મહોર મારી હતી.

આ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા સતત પ્રયાસો બાદ પણ ભારત દ્વારા ઈરાન પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલુ જ રાખ્યું છે, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સહિત દુનિયાના તમામ દેશોને ખુલ્લી ધમકી આપવામાં આવી છે.

અમેરિકી રાષ્ટ્રપતિએ દુનિયાના તમામ દેશોને ધમકી આપતા કહ્યું છે કે, “૪ નવેમ્બર પછી જો કોઈ દેશમાં દમ હોય તો ઈરાન પાસેથી ક્રુડ ઓઈલ ખરીદે છે તો અમારા દ્વારા સખ્ત પગલાઓ ભરવામાં આવશે.

ટ્રમ્પ દ્વારા ચેતવણી આપતા જણાવ્યું છે કે, “ઈરાન પાસેથી ૪ નવેમ્બર સુધી ઈરાન પાસેથી ક્રુડ ઓઈલનું આયાત ઘટાડીને શૂન્ય નહિ કરવાવાળા દેશોને અમેરિકા જોઈ લેશે”.

જયારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે, ભારત અને ચીન જેવા દેશો ઈરાન પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું શરુ જ રાખ્યું છે, ત્યારે તેઓએ કહ્યું, “અમે આ દેશોને પણ જોઈ લઈશું”.

મહત્વનું છે કે, આ પહેલા મે મહિનામાં અમેરિકા દ્વારા ઈરાનને ૨૦૧૫માં કરાયેલા પરમાણું કરારમાંથી અલગ કરી લીધું હતું અને ઈરાન પર ફરીથી પ્રતિબંધ લાગુ કરાયા હતા.