ગરમીનો પારો!/ રાજ્યમાં ચાર દિવસ હીટવેવની આગાહી, 43 ડિગ્રી પહોંચી શકે છે તાપમાન

એક તરફ કોરોનાવાયરસનો કેર છે, તો બીજી તરફ ઉનાળાની ગરમીમાં સતત વધારો થયો છે. ગુજરાતમાં ઠંડીની સિઝન જતા જ ગરમીનાં પ્રમાણમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે.

Top Stories Gujarat Others
ગરમી 179 રાજ્યમાં ચાર દિવસ હીટવેવની આગાહી, 43 ડિગ્રી પહોંચી શકે છે તાપમાન
  • ગુજરાતમાં ગરમીનાં પ્રમાણમાં સતત વધારો
  • અમદાવાદમાં મહત્તમ 38.0 ડિગ્રી સાથે ગરમ
  • વડોદરામાં 37.8 ડિગ્રી મહત્તમ તાપમાન
  • સુરતમાં મહત્તમ 38.4 ડિગ્રી તાપમાન
  • રાજકોટમાં મહત્તમ 39.0 ડિગ્રી તાપમાન
  • ભાવનગરમાં 37.1 ડિગ્રી મહત્તમ તાપમાન
  • ગાંધીનગરમાં મહત્તમ 38.0 ડિગ્રી તાપમાન
  • પોરબંદર 40.4 ડિગ્રી સાથે સૌથી હોટેસ્ટ શહેર

એક તરફ કોરોનાવાયરસનો કેર છે, તો બીજી તરફ ઉનાળાની ગરમીમાં સતત વધારો થયો છે. ગુજરાતમાં ઠંડીની સિઝન જતા જ ગરમીનાં પ્રમાણમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. જો કે સવારનાં સમયે ગરમીનો અહેસાસ ઓછો થાય છે.

મેયરની જાહેરાત / સુરત પોલીસનું નવુ સુત્ર ‘દંડ નહીં પણ માસ્ક પહેરો’

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

ગુજરાતમાં આગ ઓકતી ગરમીનો પ્રારંભ થઇ ગયો છે. રાજ્યમાં એક તરફ કોરોના વાયરસનું પ્રમાણ વધી રહ્યું છે તો હવે ગરમીનું પ્રમાણ પણ સાથે વધી રહ્યું છે. રાજ્યનાં મોટા ભાગનાં શહેરોમાં તાપમાન 35 ડિગ્રીને પાર કરી ગયું છે. ઠંડીની સિઝન જતા જ ગુજરાતમાં કાળઝાળ ગરમીનાં દિવસો આવી ગયા છે. આપને જણાવી દઇએ કે, રાજ્યનાં અલગ-અલગ શહેરોમાં ગરમી વધી રહી છે. અમદાવાદમાં મહત્તમ 38.0 ડિગ્રી, વડોદરામાં 37.8 ડિગ્રી મહત્તમ તાપમાન, સુરતમાં મહત્તમ 38.4 ડિગ્રી તાપમાન, રાજકોટમાં મહત્તમ 39.0 ડિગ્રી તાપમાન, ભાવનગરમાં 37.1 ડિગ્રી મહત્તમ તાપમાન, ગાંધીનગરમાં મહત્તમ 38.0 ડિગ્રી તાપમાન, પોરબંદર 40.4 ડિગ્રી સાથે સૌથી હોટ શહેર બન્યુ છે.

સાચવજો સંક્રમણ વધ્યું: અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો, વધુ આટલાનો થયો ઉમેરો

  • ગુજરાતમાં ચાર દિવસ હીટવેવની આગાહી
  • હવામાન વિભાગ દ્વારા કરાઇ જાહેરાત
  • ચાર દિવસ ગરમીનો પારો વધશે
  • 43 ડિગ્રી મહત્તમ તાપમાન સુધી પહોંચી શકે
  • સૌરાષ્ટ્ર,મધ્ય-ઉ.ગુજરાતમાં ઉંચુ રહેશે તાપમાન

કોરોનાનાં કારણે લોકો પહેલા જ હેરાન થઇ રહ્યા છે, ત્યારે હવે ગરમીએ તેમા વધારો કરવાનું શરૂ કરી દીધુ છે. આવામાં હવામાન વિભાગ દ્વારા ચિંતાજનક સમાચાર આપવામાં આવ્યા છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, રાજ્યમાં ચાર દિવસ હિટવેવની આગાહી છે. ચાર દિવસ ગરમીનો પારો વધશે. 43 ડિગ્રી સુધી મહત્તમ તાપમાન પહોંચી શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

આ પણ વાંચો-  મહારાષ્ટ્ર / મુંબઈની હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, 2 લોકોનાં થયા મોત

ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનાની શરૂઆતમાં જ સુરજે તેનો તેજ બતાવવાનું શરૂ કરી દીધુ છે. કોરોનાથી લોકો પરેશાન છે, ત્યારે હવે આ કાળઝાળ ગરમીથી પણ લોકોને રાહત નહી મળે તે નક્કી છે. રાજ્યમાં હાલમાં તો મિશ્ર ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં રાજ્યનાં કેટલાક ભાગોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી જાય તેવી વકી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ