અમદાવાદ/ નવરાત્રીને લઈ પોલીસની તૈયારી, ડ્રગ્સની હેરાફેરી ન થાય તે માટે ખાસ સુરક્ષા

તહેવારોના વાવટામાં યુવાધન મોજ મજા તો કરતા જ હોય છે.પણ નાસમજ અને નાદારીને કારણે ક્યારેક નશાને રવાડે પણ ચડી જતા હોય છે.ત્યારે શહેરમાં SOGની ટીમ એક્શન મોડમાં જોવા મળી રહી છે.સાત ટીમો બનાવી સમગ્ર શહેરમાં ચેકીંગ શરૂ કર્યું છે.

Ahmedabad Gujarat
YouTube Thumbnail 2023 10 18T122613.694 નવરાત્રીને લઈ પોલીસની તૈયારી, ડ્રગ્સની હેરાફેરી ન થાય તે માટે ખાસ સુરક્ષા

@વિશાલ મહેતા 

  • પોલીસ જવાનો શહેરમાં ખડેપગે
  • ગરબા આયોજન પર રખાય છે બાજ નજર
  • હજારોની સંખ્યામાં પોલીસ ખડેપગે

Ahmedabad News: યુવાધનને બરબાદીના પંથે જતા અટકાવવા માટે રાજ્યની પોલીસે ડ્રગ્સ માફિયા સામે સખત કાર્યવાહી શરૂ કરી છે.જો કે હાલમાં ચાલી રહેલ નવરાત્રીના પર્વ દરમિયાન યુવાધન ડ્રગ્સના રવાડેના ચઢે તે માટે SOGની ટીમે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે.અને સાત ટીમો બનાવી સમગ્ર શહેરમાં ચેકીંગ શરૂ કર્યું છે.

Untitled 10 1 નવરાત્રીને લઈ પોલીસની તૈયારી, ડ્રગ્સની હેરાફેરી ન થાય તે માટે ખાસ સુરક્ષા

છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ ના દૂષણને જળમુડમાંથી ડામવા માટે પોલીસે કમર કસી છે.રાજ્યમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપીને ડ્રગ્સ માફિયાના સપનાને તોડી નાખ્યા છે.જો કે નવરાત્રી દરમિયાન પણ ડ્રગ્સનું દૂષણ ના ફેલાય તે માટે શહેર પોલીસની SOGની ટીમે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે.SOGનાં PI અને PSI સહિત કુલ 7 ટીમો બનાવવામાં આવી છે.અને શહેરના અનેક વિસ્તારોમાં મોડી સાંજથી ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

Untitled 10 2 નવરાત્રીને લઈ પોલીસની તૈયારી, ડ્રગ્સની હેરાફેરી ન થાય તે માટે ખાસ સુરક્ષા

SOG ની ટીમ દ્વારા વાહન ચેકીંગ, કાફે, હોટલ સહિત અનેક જગ્યા એ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે..કે જ્યાં ડ્રગ્સ નું વેચાણ થવાની શંકા હોય છે.જો કે એસ ઓ જી દ્વારા અવાર નવાર આ જગ્યા ઓ પર ચેકીંગ કરવામાં આવે છે..આ સાથે સ્થાનિક પોલીસ ને પણ તેમના પોલીસ સ્ટેશન વિસ્તાર માં ચેકીંગ કરવા માટે ની સૂચના આપી દેવામાં આવી છે.અને જો કોઈ જગ્યા એ શંકાસ્પદ કેફી પદાર્થ કે માદક દ્રવ્યો નો જથ્થો મળી આવે તો તાત્કાલિક એફ એસ એલ ની મદદ લઈ શકાય તે માટે એફ એસ એલ ની બે ટીમ પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.

Untitled 10 3 નવરાત્રીને લઈ પોલીસની તૈયારી, ડ્રગ્સની હેરાફેરી ન થાય તે માટે ખાસ સુરક્ષા

ખેલૈયાની નવરાત્રીના બગડે અને લોકો આનંદપૂર્વક નવરાત્રી નો તહેવાર માણી શકે તે માટે ગુજરાત પોલીસ દ્વારા તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં તો આવી જ છે. પરંતુ સાથે સાથે લોકો નસીલા પદાર્થોના રવાડે ન ચડે તે માટે અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચેકિંગ અને સુરક્ષાની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 નવરાત્રીને લઈ પોલીસની તૈયારી, ડ્રગ્સની હેરાફેરી ન થાય તે માટે ખાસ સુરક્ષા


આ પણ વાંચો:મહેસાણામાં ધોરણ 6, 7 અને 8ના પેપર ફૂટ્યાનો દાવો

આ પણ વાંચો:છોટાઉદેપુરની સરકારી શાળામાં મધ્યાન ભોજનમાં સડેલુ અનાજ જોવા મળ્યુ

આ પણ વાંચો:જામનગરમાં 9 વર્ષની બાળકીનો આપઘાત, હત્યાના આક્ષેપથી ચકચાર

આ પણ વાંચો:ગુજરાતમાં નકલી ટિકિટ આપી ક્રિકેટ પ્રેમી સાથે છેતરપિંડી