ગુજરાત ચૂંટણી 2022/ 19 જિલ્લાની 25,430 બેઠકોમાંથી 13,065 બેઠકોનું લાઇવ વેબકાસ્ટિંગ

ગુજરાત વિધાનસભા ચૂંટણી (2022)ને મતદાન પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવા ચૂંટણીપંચે જબરજસ્ત સજ્જતા હાંસલ કરતા 50 ટકા મતદાનમથકોનું લાઇવ વેબકાસ્ટિંગ કરી રહ્યું છે.

Gujarat

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી (2022)ને મતદાન પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવા ચૂંટણીપંચે જબરજસ્ત સજ્જતા હાંસલ કરતા 50 ટકા મતદાનમથકોનું લાઇવ વેબકાસ્ટિંગ કરી રહ્યું છે. 19 જિલ્લાની 25,430 બેઠકો પર ચાલતા મતદાનમાંથી 13,065 બેઠકોનું લાઇવ વેબકાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આમ મતદાન પ્રક્રિયા મુક્ત અને ન્યાયી રીતે થાય તે માટે ચૂંટણીપંચ સજ્જ છે.

ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા ગાંધીનગરમાં જ વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેક્ટર-19 ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો મોનિટરિંગ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ રૂમમાંથી 13,065 મતદાન મથકો પર ચાંપતી નજર રાખવામાં આવશે. આ મોનિટરિંગ રૂમમાં 42 જેટલા કર્મચારીઓ-અધિકારી મતદાન પ્રારંભ થયા પૂર્વેથી નજર રાખી રહ્યા છે અને મતદાન સાંજે પાંચ વાગે પૂરુ થાય ત્યાં સુધી નજર રાખશે.

છ જેટલા ઉચ્ચ અધિકારીઓ રાજ્યકક્ષાના આ મોનિટરિંગ રૂમમાંથી વેબકાસ્ટિંગ દ્વારા મતદાન પ્રક્રિયા પર દેખરેખ રાખવામાં આવશે.
પ્રથમ તબક્કામાં જ્યાં મતદાન થવાનું છે તે તમામ જિલ્લાઓમાં પણ જિલ્લા કક્ષાનો એક મોનિટરિંગ રુમ કાર્યરત કરાયો છે. તેમા જે તે જિલ્લાના મતદાન મથકોના લાઇવ વેબકાસ્ટિંગનું જિલ્લા કક્ષાના મોનિટરિંગ રૂમમાં નિરીક્ષણ થતું રહેશે.

મતદાન પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય અને સમગ્ર પ્રક્રિયા સરળતાથી ચાલે તે હેતુથી કેન્દ્રીય અનામત દળો, પોલીસ સ્ટાફ અને માઇક્રો ઓબ્ઝર્વર્સ તહેનાત છે. આ ઉપરાંત લાઇવ વેબકાસ્ટિંગથી તમામ વ્યવસ્થાઓ મજબૂત બનશે.

આ પણ વાંચોઃ

Gujarat election 2022/પ્રથમ તબક્કાના વોટિંગમાં પહેલા બે કલાકમાં 9 ટકા મતદાન

Ravindra Jadeja/પ્રથમ તબક્કાના મતદાન પહેલા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ બાલા સાહેબનો જૂનો વીડિયો શેર કર્યો