Not Set/ મહાજંગ – 2019 : અમદાવાદ-પૂર્વ બેઠકની ચૂંટણીજંગનો ચિતાર, આવી છે બે બળિયાઓ વચ્ચે લડાઇ

ગુજરાતનું માન્ચેસ્ટર કહેવાતુ અમદાવાદની બેઠક ભાજપનો ગઢ કહેવાય છે. જ્યા કોંગ્રેસ આ વખતે પોતાની જીતનાં આશાવાદ સાથે ઉતરી છે. વર્ષ 2009માં અમદાવાદનું અમદાવાદ(પૂર્વ) અને અમદાવાદ(પશ્ચિમ)માં વિભાજન થયુ હતુ. અમદાવાદ પૂર્વની લોકસભામાં સમાવિષ્ટ  7 વિધાનસભા સીટોમાં દહેગામ, ગાંધીનગર-દક્ષીણ, વટવા, નિકોલ, નરોડા, ઠક્કરબાપાનગર અને બાપુનગર સીટોનો સમાવેશ થાય છે. અમદાવાદ પૂર્વમાં કુલ મતદારોની સંખ્યા 17,06,006 છે. જ્યા […]

Ahmedabad Gujarat

ગુજરાતનું માન્ચેસ્ટર કહેવાતુ અમદાવાદની બેઠક ભાજપનો ગઢ કહેવાય છે. જ્યા કોંગ્રેસ આ વખતે પોતાની જીતનાં આશાવાદ સાથે ઉતરી છે. વર્ષ 2009માં અમદાવાદનું અમદાવાદ(પૂર્વ) અને અમદાવાદ(પશ્ચિમ)માં વિભાજન થયુ હતુ. અમદાવાદ પૂર્વની લોકસભામાં સમાવિષ્ટ  7 વિધાનસભા સીટોમાં દહેગામ, ગાંધીનગર-દક્ષીણ, વટવા, નિકોલ, નરોડા, ઠક્કરબાપાનગર અને બાપુનગર સીટોનો સમાવેશ થાય છે. અમદાવાદ પૂર્વમાં કુલ મતદારોની સંખ્યા 17,06,006 છે. જ્યા પટેલ 17 થી 19, વણિક 4 થી 6, ઓબીસી 16 થી 18, દલિત 17 થી 19, મુસ્લિમ 9 થી 11, બ્રાહ્મણ 8 થી 10, રાજપૂત 9 થી 11, અને અન્ય 21 થી 23 ટકા જ્ઞાતિઓનું પ્રભુત્વ છે.

આવો છે અમદાવાદ – પૂર્વ લોકસભા બેઠકનો રાજકીય ઈતિહાસ 

ગુજરાત રાજ્યનાં અમદાવાદ પૂર્વ સીટ માટે પાટીદાર વિરુદ્ધ પાટીદારનો જંગ જોવા મળી રહ્યો છે. રાજ્યનું આર્થિક પાટનગર સાથે સૌથી મોટું નગર કહેવાતી અમદાવાદની પૂર્વની બેઠક ભાજપ માટે સલામત ગણાય છે. લોકસભા ચૂંટણી 2019માં ભાજપે હાલનાં અમરાઇવાડીનાં ધારાસભ્ય હસમુખ પટેલને અને કોંગ્રેસે હાર્દિક પટેલનાં નજીકનાં ગણાતા ગીતા પટેલને ટીકીટ ફાળવી છે. આ બેઠક પર ભાજપે 2014માં અભિનેતા પરેશ રાવલને ટીકીટ આપી હતી. તેમના ઓછા જનસંપર્કનાં કારણે સ્થાનિકો તેમનાથી ઘણા નારાજ દેખાઇ રહ્યા હતા. નેક ફિલ્મોમાં દમદાર ભૂમિકા ભજવી ચુકેલા પરેશ રાવલ 2014માં પ્રથમ વખત સાંસદ બન્યા હતા. આ બેઠક પર એક સમય હરિન પાઠકનો દબદબો જોવા મળતો હતો. પરંતુ વર્ષ 2014માં ભાજપે હરિન પાઠકને કાપી પરેશ રાવલને ટીકીટ આપી હતી. જો કે તે સમયે દેશમાં મોદી લહેર ચાલી રહી હતી, જેનો સીધો લાભ પરેશ રાવલને થયો અને તેમણે જંગી જીત મેળવી હતી. 2014માં પરેશ રાવલની વિરુદ્ધ કોંગ્રેસનાં હિંમતસિંહ પટેલ હતા. જ્યા પરેશ રાવલને તેમની વિરુદ્ધ 3 લાખની લીડ મળી હતી. આપને જણાવી દઇએ કે, અમદાવાદનાં નરોડામાં સિંધી અને પરપ્રાંતિયો, વટવામાં મુસ્લિમો અને પરપ્રાંતિયો, નિકોલ,ઠક્કરબાપાનગર અને બાપુનગરમાં પાટીદારો અને પરપ્રાંતિયો મોટી સંખ્યામાં છે.

અમદાવાદ લોકસભા સીટનાં વિજેતા સાંસદ

1951   કોંગ્રેસ ગણેશ માવલંકર

1956  કોંગ્રેસ  સુશીલા ગણેશ માવલંકર

1957  અપક્ષ ઇન્દુલાલ યાજ્ઞિક

1962   મહાગુજરાત પક્ષ ઇન્દુલાલ યાજ્ઞિક

1967  અપક્ષ ઇન્દુલાલ યાજ્ઞિક

1971    અપક્ષ ઇન્દુલાલ યાજ્ઞિક

1972  અપક્ષ પુરુષોત્તમ માવલંકર

1977  કોંગ્રેસ અહેસાન જાફરી

1980   કોંગ્રેસ મગનભાઈ બારોટ

1984  કોંગ્રેસ હરુભાઈ મહેતા

1989   ભાજપ હરિન પાઠક

1991     ભાજપ હરિન પાઠક

1996   ભાજપ હરિન પાઠક

1998   ભાજપ હરિન પાઠક

1999   ભાજપ હરિન પાઠક

2004   ભાજપ હરિન પાઠક

2009    ભાજપ હરિન પાઠક

2014    ભાજપ  પરેશ રાવલ

 

આણંદ લોકસભા બેઠક પર આ બે બળીયાઓ વચ્ચે છે ખરાખરીનો જંગ.

હસમુખ પટેલ (ભાજપનાં ઉમેદવાર)

ડીપ્લોમા ઇન ટેકસટાઇલનો અભ્યાસ

હાલમાં અમરાઈવાડી વિધાનસભાનાં ધારાસભ્ય છે.

ધારાસભ્ય તરીકેની તેમની આ બીજી ટર્મ છે.

આ અગાઉ ૨ ટર્મ માટે અમદાવાદ મ્યુ. કોર્પોરેટર પણ રહી ચુક્યા છે.

સ્વચ્છ છબી ધરાવતો ચહેરો

ગીતા પટેલ (કોંગ્રેસનાં ઉમેદવાર)

કોંગ્રેસે ગુજરાતની 26 બેઠકોમાંથી એકમાત્ર આ બેઠક ઉપર મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે.

પાસનાં કન્વીનર ગીતા પાટેલ હાર્દિકનાં વિશ્વાસુ ગણાય છે.

પટેલ વર્ષ 2015માં અમદાવાદના વસ્ત્રાલમાંથી કૉંગ્રેસ તરફથી કૉર્પોરેટરની ચૂંટણીમાં હાર થઇ હતી.