Not Set/ રાજકોટ/ પાંજરાપોળમાં ઘાસના ડેપોમાં લાગી આગ, લાખો રૂપિયાનું થયું નુકસાન

રાજકોટમાં પાંજરાપોળમાં ઘાસના ડેપોમાં આજે વહેલી સવારે આગ લાગતા અફરા તફરી મચી ગઈ હતી. બનાવની જાણ થતાની સાથે જ પાંચ ફાયર ફાયટરોની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગને કાબુમાં લીધી હતી.આગ લાગી તે ઘાસ સૂકું હોવાથી આગ વધારે પ્રસરી જવાનું જોખમ રહેલું હતું. જો કે, સમયસર જાણ થઈ ગઈ હોવાથી ફાયર બ્રિગેડની પાંચ […]

Gujarat Rajkot

રાજકોટમાં પાંજરાપોળમાં ઘાસના ડેપોમાં આજે વહેલી સવારે આગ લાગતા અફરા તફરી મચી ગઈ હતી. બનાવની જાણ થતાની સાથે જ પાંચ ફાયર ફાયટરોની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગને કાબુમાં લીધી હતી.આગ લાગી તે ઘાસ સૂકું હોવાથી આગ વધારે પ્રસરી જવાનું જોખમ રહેલું હતું.

 રાજકોટ : શહેરના પાંજરાપોળમાં આજે વહેલી સવારે આગ લાગી હતી. આગ ઘાસચારામાં લાગવાને કારણે ચારથી પાંચ ફાયર ટેન્કરો ઘટનાસ્થળે દોડી ગયા હતા. વહેલી સવારમાં આગ લાગી હોવાથી દોડાદોડી મચી જવા પામી હતી. આગ લાગી તે ઘાસ સૂકું હોવાથી આગ વધારે પ્રસરી જવાનું જોખમ રહેલું હતું. જોકે, સમયસર જાણ થઈ ગઈ હોવાથી ફાયર બ્રિગેડની પાંચ જેટલી ગાડીઓ દોડી ગઈ હતી અને થોડા સમયમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.

જો કે, સમયસર જાણ થઈ ગઈ હોવાથી ફાયર બ્રિગેડની પાંચ જેટલી ગાડીઓ દોડી ગઈ હતી અને થોડા સમયમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. એવું માનવામાં આવી રહી છે કે આ આગના કારણે ઘણું નુકસાન થયું છે.

 ફાયર બ્રિગેડની ચારથી પાંચ ગાડી દોડી ગઈ હતી.

ગાયોને ખાવા માટે રાખવામાં આવેલા સૂકા ઘાસમાં આગ લાગવાને કારણે આગ વધાર પ્રસરી જવાનું જોખમ હતું. જેના પગલે ફાયર બ્રિગેડની સાથે સાથે જેસીબી મશીનની મદદ પણ લેવામાં આવી હતી.

 આગ લાગવાનું કારણ અકબંધ : પ્રાથમિક તપાસમાં પાંજરાપોળના ગોડાઉનમાં કયા કારણોસર આગ લાગી છે તે જાણવા મળ્યું નથી. આગ પર કાબૂ મેળવાયા બાદ જેસીબી મશીનથી ગોડાઉનમાંથી ઘાસની ગાસડીઓને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી હતી.

પ્રાથમિક તારણ પ્રમાણે અએજ વહેલી સવારે પાંજરાપોળમાં લાગેલી આગમાં 1546 ઘાસની ગાસડીઓ બળીને ખાખ થઈ ગઈ છે. અંદાજે લાખો રૂપિયાની સાથે સાથે બિલ્ડિંગને પણ  નુકસાન થયું છે.

આ ગોડાઉનમાં આગ કયા કારણોસર લાગી છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી. આગ પર કાબૂ મેળવાયા બાદ જેસીબી મશીનથી ગોડાઉનમાંથી ઘાસની ગાસડીઓને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન