ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે નામાંકન પ્રક્રિયા જોર-શોરથી ચાલી રહી છે. દરમિયાન વડોદરામાં અપક્ષ ઉમેદવારે નામાંકન નોંધાવતા અધિકારીઓ માટે મુશ્કેલી ઉભી કરી હતી.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (વી.એમ.સી.) ની ચૂંટણીમાં વોર્ડ નંબર 8 ના અપક્ષ ઉમેદવાર તરીકે વડોદરાની ટીમ રિવોલ્યુશન સંસ્થાના સભ્ય, સ્વેજલ વ્યાસે ડીપોઝીટ પેટે ત્રણ હજાર રૂપિયાના એક-એક રૂપિયાના સિક્કા આપ્યા હતા. આ સિક્કા લઈને તે ઉમેદવારી પત્રક જમા કરાવવા પહોંચ્યા હતા. વ્યાસ તરફથી ટેબલ પર સિક્કાનું પરચૂરણ મૂકતા જ હાજર કર્મચારીઓ ચોંકી ગયા હતા.
આ પણ વાંચો : સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના માહોલ વચ્ચે અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે
સ્વજલ વ્યાસે પોતાનાં વોર્ડ નંબર 8માંથી દરેકે દરેક પરિવાર પાસેથી 1-1 રૂપિયો ઉઘરાવ્યો હતો. 3000 પરિવારો પાસેથી 1-1 રૂપિયો ઉઘરાવીને તેમણે ચૂંટણી માટેની ડિપોઝીટ જમા કરાવી હતી. જેથી ચૂંટણી અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા 3000 રૂપિયાના સિક્કા ગણવા માટે બીજા બે વિશેષ અધિકારીઓ બેસાડવા પડ્યાં હતા. સ્વજલ વ્યાસે તેને 3 હજાર પરિવારોનું સમર્થન હોવાનું જણાવ્યું હતું. 3 હજાર પરિવારો દ્વારા આશિર્વાદ સ્વરૂપે 1-1 રૂપિયો અપાયો હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો : અમદાવાદમાં મહિલાઓ અસુરક્ષિત, બાપુનગરમાં ચાલુ રીક્ષામાં મહિલાની કરાઈ છેડતી
સેજલ વ્યાસ ગત 12 વર્ષથી ટીમ રિવોલ્યુશન ચલાવી રહ્યા છે. લોકોના લગતા પ્રશ્નો તે નેતાઓ અને કાર્યકર્તાઓથી વધુ વાચા આપે છે. કોરોના વાયરસ મહામારી હોય કે વડોદરા પૂરની પરિસ્થિતિ સંઘર્ષ આંદોલન અને મહેનતથી તેઓ આગળ વધ્યા છે.
આ પણ વાંચો : કાંકરિયા રાઈડ દુર્ઘટનાના મુખ્ય આરોપીના ભાઈને ટિકિટ આપતા વિવાદ
ઇલેક્શન બાદ ઉમેદવારો ક્યારેય પણ લોકો વચ્ચે જતા નથી અને તેમના કામો અધૂરા રહેતા હોય છે, ત્યારે સેજલ વ્યાસ લોકોની સમસ્યા દૂર કરે છે. તેમણે જણાવ્યું હતું કે, તેમણે આ રૂપિયા લોકો પોસેથી ઉઘરાવ્યા છે. એ પણ એવા લોકો પાસેથી જેમની મદદ સેજલ વ્યાસે કરી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
