Not Set/ રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિ વધી છે, આજેપણ ખુલ્લે આમ દારૂ-જુગારના અડ્ડા ચાલે છે : ઇમરાન ખેડાવાલા

  ગુજરાત વિધાન્સ્ભાના ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ છે. રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમ મુદ્દે આજે ગૃહમાં ચર્ચા થઈ હતી. આ ચર્ચા દરમિયાન કોંગ્રેસનાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે, વ્યાજખોરોના કારણે આજેપણ અનેક લોકો મોતના મુખમાં હોમાઈ રહ્યા છે. વર્ષ 1985ના કાયદોના સરકાર બરાબર અમલ કરાવી રહી નથી. વધુમાં ખેડાવાલાએ […]

Gujarat Uncategorized
 

ગુજરાત વિધાન્સ્ભાના ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ છે. રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમ મુદ્દે આજે ગૃહમાં ચર્ચા થઈ હતી. આ ચર્ચા દરમિયાન કોંગ્રેસનાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે, વ્યાજખોરોના કારણે આજેપણ અનેક લોકો મોતના મુખમાં હોમાઈ રહ્યા છે. વર્ષ 1985ના કાયદોના સરકાર બરાબર અમલ કરાવી રહી નથી.

વધુમાં ખેડાવાલાએ જણાવ્યુ હતું કે, રાજ્ય માં ગુનાહિત પ્રવૃત્તિ વધી રહી છે. વ્યાજખોરોના ત્રાસથી લોકો આત્મહત્યા કરે છે. રાજ્યમાં આજે પણ ખ્લ્લે આમ દારૂ જુગાર ના અડ્ડા ચાલે છે. પોલીસ પણ હપ્તા લે છે. તેમની પર કોઈ કામગીરી નથી થતી.

આવા સંજોગો માં આપડે વાત કરીએ ત્યારે સરકાર ભૂતકાળની વાત કરી ગૃહને ગેરમાર્ગે દોરે છે. સોશિયલ મીડિયા માં સરકાર વિરુદ્ધ પોસ્ટ નાખી હોય તો કાયદાનો દુરુપયોગ કરી ને લોકો ને હેરાન કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.