Not Set/ એ જાણી ને આનંદ થયો છે કે આપણા વિદ્યાર્થીઓ ચીન માં સલામત છે : નીતિન પટેલ

ગુજરાત રાજ્યના ડે. મુખ્યમંત્રી નીતિન ભાઈ ચીનમાં કોરોના વાયરસના ફેલાવા મુદ્દે ચીનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. અને જણાવ્યું હતું કે, એ જાણી ને આનંદ થયો છે કે આપણા વિદ્યાર્થીઓ ત્યાં સલામત છે. ચીન માં છેલ્લા કેટલાક દિવસ થી તેમના મોટા શહેરો માં કોરોના વાયરસ નો ફેલાવો થયો છે એ વાયરસ ની દવા […]

Gujarat Uncategorized

ગુજરાત રાજ્યના ડે. મુખ્યમંત્રી નીતિન ભાઈ ચીનમાં કોરોના વાયરસના ફેલાવા મુદ્દે ચીનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. અને જણાવ્યું હતું કે, એ જાણી ને આનંદ થયો છે કે આપણા વિદ્યાર્થીઓ ત્યાં સલામત છે.

ચીન માં છેલ્લા કેટલાક દિવસ થી તેમના મોટા શહેરો માં કોરોના વાયરસ નો ફેલાવો થયો છે એ વાયરસ ની દવા કે ટ્રીટમેન્ટ શોધઇ નથી. માટે તે શહેરો ને બ્લોક કરી દેવામાં આવ્યા છે ત્યાં આપણા ગુજરાત ના નાગરિકો નોકરી ધંધા માટે ગયા છે તેઓ ત્યાં વિષમ પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે. ભારત સરકાર ત્યાંની સરકાર સાથે કોન્ટેકટમાં છે ભારત સરકાર એ ત્યાં વસતા લોકો માટે હેલ્પ લાઈન નંબરો જાહેર કર્યા છે આપણા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે ત્યાં ગયા છે તેમની રજુઆત પ્રમાણે તેઓ ક્યાંય નીકળી શકતા નથી. ચીન સરકાર આ વાયરસ ઇન્ફેક્શન કોઈ ને લાગે નહિ તે માટે ખૂબ કડક કામ કરી રહી છે.

મેં વાતચીત કરી છે ત્યાં આપડા વિદ્યાર્થીઓ ને કોઈ તકલીફ નથી કોઈ ને વાયરસ ની અસર નથી પરંતુ તેમનેઅહી પાછા આવવું છે. ચીન સરકાર જોડે વાતચીત ચાલુ છે ભારત સરકાર સ્પે પ્લેન દ્વારા તેમને અહી પાછા લાવવાની તૈયારી માં છે. ત્યાંથી આપણા વિદ્યાર્થીઓ ને ચીન સરકાર જલ્દી પાંછા આવવા માટે મંજૂરી આપે તેની રાહ જોવાઇ રહી છે. રાજ્ય સરકારે અધિકારી ઓ દ્વારા તેમના પરિવાર નો કોન્ટેકટ કર્યો છે માટે તેમની જરૂરિયાત મુજબ કામગીરી ચાલુ છે.

અત્યાર સુધી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ના હેલ્પ લાઈન નંબરો દ્વારા પરિવારના સીધા સંપર્કમાં છે માટે કોઈ પ્રોબ્લેમ નથી. સાથે સાથે પાછા લાવવામાટે જે કાર્યવાહી કરવામાં આવે તે ચાલુ છે. એરપોર્ટ પર સ્કીનિગ ની વ્યવસ્થા કરી છે. જો કોઈ પ્રોબ્લેમ હશે તો મેડિકલ ટ્રીટમેન્ટ ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે

રાજ્ય માં નવી મેડિકલ કોલેજો વધુ છે પણ અહીં જે સફળ ન થયા હોય તેવા વિદ્યાર્થીઓ ચીન રશિયા જતા હોય છે. પણ આ વાયરસ ના કારણે તેમને કોઈ ઇન્ફેક્શન ના લાગે તે જોવાનું છે. ભરત સરકાર તેમને અહીં લાવવાની વ્યવસ્થા કરી છે અહીં આવી ગયા બાદ રાજ્ય સરકાર તમામ પ્રકાર ની મદદ કરશે. વિદેશ વિભાગ ચીન અને ભારત સરકાર જોડે વિદ્યાર્થીઓ ને અહીં લાવવા માટે તૈયારીઓ કરી રહયુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.