Ahmedabad News/ ધો. 7ના વિદ્યાર્થીને શિક્ષકે માર્યો માર, વાલીએ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરતા શિક્ષક સસ્પેન્ડ

અમદાવાદના મણિનગરની હેબ્રોન સ્કૂલમાં ગુજરાતીના શિક્ષક રૂબીના દ્વારા ધો.7ના વિદ્યાર્થીને માર મરાયો હતો. વાલીએ શાળામાં ફરિયાદ કરવા છતાં પગલાં લેવાયા નથી. વાલીએ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરતા અધિકારીના આદેશ પર શિક્ષકને તાત્કાલિક સસપેન્ડ કરાયો.

Gujarat Top Stories Ahmedabad

Ahmedabad News : અમદાવાદની મણિનગર સ્થિત હેબ્રોન સ્કૂલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધોરણ 7માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને ગુજરાતી વિષયના શિક્ષક રૂબીના દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ વાલી દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીના વાલીએ શાળામાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી, પરંતુ શાળા દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા.

આ ઘટના બાદ વાલીએ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી હતી. વાલીની ફરિયાદને ગંભીરતાથી લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. શિક્ષણ અધિકારીના આદેશ બાદ શિક્ષક રૂબીનાને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સાથે જ શિક્ષણ અધિકારીએ શાળા પ્રશાસનને શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાનો આદેશ પણ આપ્યો છે.

આ ઘટનાએ શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિક્ષકોના વર્તન અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. વાલીઓ પોતાના બાળકોની સુરક્ષાને લઈને ચિંતિત છે અને આવી ઘટનાઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.

@ KINJAL BORISA


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અંદાજે દોઢ કરોડના ડ્રગ્સ કેસમાં ઝડપાયેલી નાઈજીરીયન મહિલાના 7 દિવસના રિમાન્ડ મંજુર

આ પણ વાંચો:સુરત : શહેરમાં ડ્રગ્સના કારોબારમાં ખુની ખેલ ખેલાયો

આ પણ વાંચો:ATSએ ખંભાત બાદ ધોળકામાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો