કચ્છના સરહદી ક્ષેત્ર નખત્રાણાની કચ્છ વિદ્યા પ્રતિષ્ઠાન સંચાલિત GMDC આર્ટસ એન્ડ કોમર્સ કોલેજને ગ્રાન્ટ ઇન એઇડ કોલેજની સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. જી હા, મુખ્યમંત્રી સમક્ષ કરેલી રજૂઆતનો યુવા છાત્રોના વ્યાપક હિતમાં સકારાત્મક પ્રતિસાદ CM રૂપાણી દ્રારા આપવામા આવ્યો છે. CM રૂપાણી દ્વારા આપવામાં આવેલી મંજૂરીને કારણે નખત્રાણા વિસ્તારના યુવાઓને ઘરઆંગણે જ કોલેજની સુવિધા યથાવત રહેશે.
કચ્છ વિદ્યા પ્રતિષ્ઠાન સંચાલિત નખત્રાણા ની આ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વર્ષ ર૦૦૧થી GMDC દ્વારા ચાલી રહી છે. મુખ્યમંત્રી રૂપાણી સમક્ષ આ વિસ્તારના તત્કાલિન જનપ્રતિનિધિએ યુવા છાત્રોના હિતમાં રજૂઆત કરી હતી કે, આ કોલેજનું સંચાલન રાજ્ય સરકાર ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થા તરીકે કરે તો નખત્રાણા અને આસપાસના ગામોના યુવા છાત્રોને કોલેજ કાર્યરત રહેવાથી ઘરઆંગણે જ અભ્યાસની સુવિધા મળી રહે.
મુખ્યમંત્રી રુપાણીએ આ રજૂઆતનો સંવેદનાત્મક પ્રતિસાદ આપતાં GMDC નખત્રાણા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજને ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થા તરીકે રાજ્ય સરકારની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. નખત્રાણાના વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી રૂપાણીએ આ કોલેજને ગ્રાન્ટ ઇન એઇડ તરીકે કાર્યરત રાખવાની મંજૂરી આપતાં હવે સ્થાનિક વિદ્યાર્થીઓને સરળતાએ કોલેજ અભ્યાસ નજીકના સ્થળે યથાવત ઉપલબ્ધ થશે અને ભૂજ જવું નહિ પડે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
