Rajkot News: હાલ તહેવારોની સીઝન શરુ થઇ ગઈ છે. ત્યારે આવામાં લોકો લોકો અલગ અલગ સ્થળે ફરવા જવાનો પ્લાન બનાવતા હોય છે અને ખાસ કરીને સાતમ આઠમ પર લોકો ભગવાન શ્રી કૃષ્ણના ધાર્મિક સ્થળે જવાનું પસંદ કરતા હોય છે. ત્યારે આવામાં રોજકોટમાં યોજાતો લોકમેળામાં લોકો વધારે જવાનું પસંદ કરતા હોય છે. હાલ ચોમાસુ પણ છે. ત્યારે આવામાં આવો જાણીએ કે રાજકોટમાં સાતમ આઠમ પર કેવું રહેશે રાજકોટ શહેરમાં વરસાદનું વાતાવરણ..
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 26 ઓગસ્ટના દિવસે રાજકોટ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.જયારે 27 ઓગસ્ટના રોજ અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજકોટ શહેરમાં આ વખતે લોકમેળાની સાથે સાથે કુલ 6 જગ્યાએ ખાનગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 150 ફૂટ રિંગ રોડ પર શીતલ પાર્ક ચોક, નાના મવા ચોક, ગ્રીનલેન્ડ ચોક, વિરાણી હાઈસ્કૂલ મેદાન, બાલભવન, સરધાર ખાતે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પછી મેઘરાજાએ આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 76 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં આણંદના ખંભાતમાં 71 મિ.મી., ખેડાના કઠલાલમાં 54 મિ.મી., ડાંગના આહવામાં 49 મિ.મી., નવસારીના વાંસદામાં 43 મિ.મી., દાહોદના ધાનપુરમાં 38 મિ.મી., પોરબંદરના કુતિયાણા અને છોટા ઉદેપુરના સંખેડામાં 35 મિ.મી., સુરેન્દ્રનગરના થાનગઢ અને બનાસકાંઠાના દાંતામાં 32 મિ.મી., રાજકોટના ધોરાજીમાં 31 મિ.મી. અને જેતપુરમાં 29 મિ.મી. વરસાદ ખાબક્યો છે.
જો તમે પણ આ દિવસોમાં રાજકોટ જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો વરસાદમાં ભીંજાવા તૈયાર રહેજો.
આ પણ વાંચો:રાજ્યમાં 24 કલાકમાં 138 તાલુકામાં વરસાદ, રાજકોટના લોધિકામાં સવા પાંચ ઇંચ વરસાદ
આ પણ વાંચો:રાજકોટમાં તેજ પવનથી મંડપ ધરાશાયી થતો વીડિયો સામે આવ્યો, વરસાદે માઝા મૂકી
