અકસ્માત/ વલસાડમાં બેફામ ટેમ્પો ચાલકે એક સાથે ચાર વાહનોને લીધા અડફેટે, બેના મોત

વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. પારડીના મોતી ગેટ પાસે 4 વાહનો અથડાયા.

Top Stories Gujarat Others
  • વલસાડ: પારડીના મોતીવાડા નજીક ગમખ્વાર અકસ્માત
  • બેફામ બનેલા પીકઅપ ડાલાના ચાલકે સર્જ્યો અકસ્માત
  • પીકઅપ ડાલાની અડફેટે બાઈક સવાર સસરા અને પુત્રવધુનું મોત
  • પોલીસે પીકઅપ ડાલાના ચાલકને ઝડપી કાર્યવાહી હાથ ધરી

Valsad News: વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. પારડીના મોતી ગેટ પાસે 4 વાહનો અથડાયા. ટેમ્પો ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઇક અને રિક્ષાને ટક્કર મારી હતી. જે બાદ વાહનો ટ્રકમાં ઘૂસી ગયા હતા. આ અકસ્માતમાં બાઇક પર સવાર ત્રણમાંથી બેના મોત થયા છે. બે લોકો ઘાયલ પણ થયા છે.

પારડીના મોતીવાળા ફાટક પાસે ચાર વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. બેફામ સ્પીડે આવતો ટેમ્પો બાઈક અને રિક્ષાને અડફેટે લઈ ટ્રકમાં ઘૂસી ગયો હતો. જેથી બાઈકમાં સવાર 2 લોકોના મોત થયા હતા. તેમજ બાઈક સવાર અન્ય એક વ્યક્તિ અને રિક્ષાચાલકને ઈજા પહોંચી હતી. આ અકસ્માતનાં ભયંકર દ્દશ્યો પણ સામે આવ્યાં હતાં.

અકસ્માત એટલો ભયંકર હતો કે, તમામ વાહનો એકબીજા સાથે ચીપકી ગયાં હતાં. જે ચીપકેલાં વાહનોને ક્રેઈનની મદદથી અલગ કરવામાં આવ્યાં હતાં. ટ્રકના વ્હીલમાં બાઈક ફસાઈ ગઈ હતી. બાઈક, ટેમ્પો અને રિક્ષાનો ભુક્કો બોલી ગયો હતો. વલસાડના પારડીમાં અકસ્માત સર્જાતા અન્ય વાહનચાલકો તેમજ સ્થાનિકો ઊમટી પડ્યા હતા. સ્થાનિકોએ ટેમ્પોચાલકને પકડી પોલીસને હવાલે કર્યો હતો.

 ગમખ્વાર અકસ્માતને પગલે લોકો એકત્રિત થયા બાદ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ક્રેઇનની મદદથી અકસ્માત ગ્રસ્ત વાહનોને રોડ પરથી હટાવી લીધા હતા. અકસ્માત બાદ ચાલક ભાગી ગયો હતો. જો કે એકને પકડી પાડયો હતો. આ અકસ્માતમાં રીક્ષા અને બાઇકનો કચ્ચરધાણ વધી ગયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:‘ધ સ્ટાર્ટઅપ ગાઈડ’ના કવર પેજનું કરાયું અનાવરણ

આ પણ વાંચો:વિદ્યાનગરમાં પતિએ પત્નીની હત્યા કરીને કર્યો આપઘાતનો પ્રયાસ

આ પણ વાંચો:ગુજરાતની સદાય અગ્રેસર રહેવાની પરંપરામાં વધુ એક ગૌરવ સિદ્ધિ

આ પણ વાંચો:PCR વાનમાં દારૂની મહેફિલ માણતા કોન્સ્ટેબલ બે મિત્રો ઝડપાયા