અમદાવાદમાં કોરોનાના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનના પગલે બંધ કરવામાં આવેલી AMTS-BRTS બસો ફરીથી શહેરના માર્ગો પર દોડવાનો આજથી પુનઃ પ્રારંભ થઇ રહ્યો છે. 82 દિવસ બાદ આજથી AMTS-BRTS બસ શરૂ કરવામાં આવી છે. પરંતુ તંત્ર દ્વારા લોકોને જાગૃતિ બચવા માટે સલાહ આપવામાં આવી રહી છે.શહેરની બસોની સીટો પર સો.ડિસ્ટન્સ જાળવવા સ્ટીકર લગાવવામાં આવ્યા છે.
રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.કોરોના મહામારીને કારણે બંધ રહેલી AMTS-BRTS બસો આજથી ફરી અમદાવાદના માર્ગો પર પૂરપાટ દોડશે. શહેરમાં કેસ ઓછા થયા બાદ વહીવટી તંત્રે રાજ્ય સરકાર સાથે વિચારણા કર્યા બાદ આ નિર્ણયો લીધા છે. જોકે જે બસોને પરવાનગી મળી છે તે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધી સુધી દોડશે ફક્ત 50 ટકા ક્ષમતા સાથે દોડશે.
અમદાવાદીઓ માટે રાહતના સમાચાર છે,કોરોના મહામારી ના કારણે સૌથી વધારે જો કોઈ ક્ષેત્રને અસર પડી હોય તો તે પરિવહન ક્ષેત્ર છે.રાજ્યભરમાં નાના ગામડાઓ થી લઈ અને મહાનગરોમાં ઘણી બધી ખાનગી તેમજ સરકારી બસોને કોરોનાને કારણે બંધ કરવાનો વારો આવ્યો હતો.અમદાવાદ બહોળા પ્રમાણમાં મધ્યમ વર્ગ રહે છે કે જેમની દૈનિક ક્રિયાઓ આ બસો દ્વારા શરૂ થતી હતી. પરંતુ કોરોના પર કાબૂ મેળવવા માટે લોકડાઉનનો નિર્ણય કરવામાં આવતા આ બસો બંધ કરવામાં આવી હતી.જેના પગલે આમ જનતામાં ભારે હાલાકી જોવા મળી રહી હતી. જેનો હવે અંત આવ્યો છે. AMTS-BRTS બસો ચલાવવા માટે પરિવહન મંત્રાલય અને સરકાર તરફથી હરી ઝંડી મળી ગઈ છે.

