Gujarat High Court : અમદાવાદઃ ભાડે લેવાયેલી મિલકતમાં ભાડુઆતને માત્ર ઉપયોગનો અધિકાર હોય છે, માલિકીના હક નથી. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે (High Court) એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે મકાનમાલિકની પૂર્વ સંમતિ વિના ભાડુઆત કોઈપણ પ્રકારનું કાયમી બાંધકામ કરી શકતો નથી. જો ભાડુઆત આવા બાંધકામ કરે તો તેને મિલકતનો કબજો પરત સોંપવો ફરજિયાત બને છે.
ભાડુઆતનું બિનમંજૂર બાંધકામ રદ!
હાઈકોર્ટે (High Court) જણાવ્યું કે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની કલમ 108(ઓ) મુજબ જો ભાડુઆત મિલકતના મૂળ સ્વરૂપમાં ફેરફાર કરે અથવા બિનમંજૂર બાંધકામ કરે તો મકાનમાલિકને મિલકતની મૂળ સ્થિતિ પાછી મેળવવાનો સંપૂર્ણ હક રહે છે.
ગુજરાત હાઈકોર્ટ (High Court)નો ચુકાદો
જસ્ટિસ જે.સી. દોશીની અધ્યક્ષતાવાળી બેન્ચે સ્પષ્ટ કર્યું કે ભાડા કાયદાની કલમ 23 અનુસાર ભાડુઆત પોતાના ખર્ચે વીજળી જેવી સુવિધા મેળવી શકે છે, પરંતુ માલિકની પરવાનગી વગર કોઈ કાયમી માળખું ઉભું કરી શકતો નથી. આવી સ્થિતિમાં ભાડુઆત ભાડે લીધી જગ્યાનો કબજો પરત આપવા માટે જવાબદાર બને છે.
ભાડુઆતની રિવિઝન અરજી નામંજૂર કરી
આ સાથે કોર્ટે વર્ષોથી ગોડાઉન તરીકે વપરાતી મિલકતમાં ભાડુઆત દ્વારા પાકી દિવાલો ઊભી કરાઈ હોવાનું પુરાવામાં સામે આવ્યું હતું. કોર્ટે માન્યું કે આ બાંધકામ મકાનમાલિકની મંજૂરી વિના કરવામાં આવ્યું હોવાથી તે કાયદાનો ભંગ છે. આથી, હાઈકોર્ટે (High Court) ભાડુઆતની રિવિઝન અરજી નામંજૂર કરી અને ચાર સપ્તાહની અંદર મિલકત ખાલી કરી મકાનમાલિકને કબજો સોંપવાનો આદેશ આપ્યો.
આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટમાં ‘ધુરંધર’ ફિલ્મ સામે અરજી, ડાયલોગ હટાવવાની માંગ
આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન દ્વારા કરાયું હળતાલનું એલાન, બદલીની ખબરથી ઉશ્કેરાયા
આ પણ વાંચો: જીવલેણ દોરી સામે ગુજરાત હાઈકોર્ટનો સખ્ત વલણ: ચાઈનીઝ દોરી-તુક્કલ હવે નહીં ચાલે!
