ચીનમાં કોરોના વાયરસના ચેપને ધ્યાનમાં રાખીને ઈન્ડિગોએ બે રૂટ પર અને એર ઇન્ડિયાએ એક રૂટ પર તેની ફ્લાઇટ સ્થગિત કરી છે. ઈન્ડિગો એરલાઇન્સે બુધવારે (29 જાન્યુઆરી) કહ્યું હતું કે, બેંગલોર-હોંગકોંગ રૂટ પર 1 ફેબ્રુઆરીથી અને 1 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી દિલ્હી-ચેંગ્ડુ રૂટ પર ચાઇનામાં કોરોના વાયરસના ચેપને પગલે ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી છે.
તે જ સમયે, એર ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે એરલાઇને 31 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી દરમિયાન તેની દિલ્હી-શંઘાઇ ફ્લાઇટ સ્થગિત કરી છે. જોકે, ઈન્ડિગોએ સ્પષ્ટતા કરી હતી કે હાલમાં તે કોલકાતા-ગુઆંગઝો ફ્લાઇટ્સનું સંચાલન કરવાનું ચાલુ રાખશે, જેના પર રોજ નજર રાખવામાં આવે છે. ઈન્ડિગોએ એક નિવેદનમાં કહ્યું, ” અમે અમારા ક્રૂ સભ્યો માટે ચીનમાં રોકાયા વગર પરત ફ્લાઇટમાં ભારત આવવાનું સુનિશ્ચિત કરી રહ્યા છીએ.”
સૂત્રો અનુસાર ઈન્ડિગોએ પૂર્વ એશિયાઈ દેશો જેવા કે થાઇલેન્ડ અને સિંગાપોર જેવી ભારતની ફ્લાઇટ્સમાં કાર્યરત તેના ક્રૂના સભ્યોને જમીન પર હોય, ત્યારે હંમેશા N-95 માસ્ક લગાવવા જણાવ્યું છે. જો કે, ફ્લાઇટ દરમિયાન તેને માસ્ક ન પહેરવા કહેવામાં આવ્યું છે. એર ઇન્ડિયાના એક અધિકારીના જણાવ્યા અનુસાર ભારત અને દક્ષિણપૂર્વ એશિયા વચ્ચેની ફ્લાઇટમાં તમામ ક્રૂ સભ્યોને N-95 માસ્ક પહેરવાનું કહેવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
