આક્ષેપ/ મહેસાણામાં ધોરણ 6, 7 અને 8ના પેપર ફૂટ્યાનો દાવો

ધોરણ 6 ના ગણિત,હિન્દી,અંગ્રેજી અને સંસ્કૃતના પેપર બંને સ્કૂલમાં આગળ પાછળ લેવાય પણ બંને સ્કૂલના પ્રશ્નો પત્રો ના પ્રશ્ન એક સરખા જ હોવાનો અલકેશ પટેલે ઘટસ્ફોટ કર્યો છે.

Gujarat Others
YouTube Thumbnail 81 3 મહેસાણામાં ધોરણ 6, 7 અને 8ના પેપર ફૂટ્યાનો દાવો

@અલ્પેશ પટેલ 

Mehsanas News: મહેસાણા શહેરની કાવેરી ઇન્ટરનેશનલ અને એક્ઝોટિકા સ્કૂલના પેપર ફૂટ્યા હોવાનો દાવો મહેસાણાના અલકેશ પટેલ નામના સામાજિક અગ્રણી એ દાવો કર્યો છે.કાવેરી સ્કૂલ અને એક્ઝોટિકા સ્કૂલ દ્વારા તાજેતરમાં પરીક્ષા લેવામાં આવી હતી અને બંને સ્કૂલે મેળાપીપણા માં પરીક્ષા યોજી બંને સ્કૂલ ના વિદ્યાર્થીઓ એકબીજાને પેપર આપી દેતા હતા.

ધોરણ 6 ના ગણિત,હિન્દી,અંગ્રેજી અને સંસ્કૃતના પેપર બંને સ્કૂલમાં આગળ પાછળ લેવાય પણ બંને સ્કૂલના પ્રશ્નો પત્રો ના પ્રશ્ન એક સરખા જ હોવાનો અલકેશ પટેલે ઘટસ્ફોટ કર્યો છે.આજ પ્રકારે ધોરણ 7 ના ગણિત,સામાજિક વિજ્ઞાન,સંસ્કૃત, ગુજરાતી,હિન્દી અને અંગ્રેજીના પ્રશ્નો પત્રોના પ્રશ્નો બંને સ્કૂલના પેપરમાં એક સરખા જોવા મળ્યા છે.આવી જ સ્થિતિ ધોરણ 8 ના પણ ગુજરાતી,સંસ્કૃત,સામાજિક વિજ્ઞાન અને  અંગ્રેજી પેપર પણ બંને સ્કૂલ ના એક સરખા જોવા મળ્યા છે.

કાવેરી અને એક્ઝોટિકા સ્કૂલની પરીક્ષા ના ધોરણ 6,7 અને 8 ના પેપરો અલગ અલગ સમયે લેવાયા અને આનો લાભ વિદ્યાર્થીઓ એકબીજાને આપી પરીક્ષામાં લાભ લીધો હોવાનો દાવો કરાયો છે.આ કારણે બાળકો ના ભાવિ સાથે ચેડાં થાય છે અને જ્યારે બોર્ડ ની પરીક્ષા લેવાય ત્યારે વિદ્યાર્થીઓનું પરિણામ ઘણું નબળું આવે છે.આથી અલકેશ પટેલે સ્કૂલો ના મેળાપીપણા પણ પરિણામો ઊંચું મેળવી વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં થઈ રહ્યા હોવાનું નિવેદન કર્યું છે અને આવી શાળાઓની માન્યતા રદ્દ કરવાની માગ કરી છે.


whatsapp ad White Font big size 2 4 મહેસાણામાં ધોરણ 6, 7 અને 8ના પેપર ફૂટ્યાનો દાવો


આ પણ વાંચો:સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળી સફળતા, 4.67 લાખની કરવામાં આવી છેતરપિંડી

આ પણ વાંચો:મનોદિવ્યાંગ સગીરા પર પાંચ નરાધમોએ એક વર્ષ સુધી ગુજાર્યું દુષ્કર્મ

આ પણ વાંચો:ગુજરાત સહિત સાબરકાંઠામાં પૂર્ણ થઈ વન્ય પશુઓની ગણતરી, વન્ય જીવ પ્રેમીઓમાં છવાયો ભારે આનંદ

આ પણ વાંચો:માંજલપુરમાં મહિલા ચીસો પાડતી રહી છતાં યુવાન મારતો રહ્યો માર, જુઓ વીડિયો