પાટણ જિલ્લાના હારિજ ના પૂર્વ ધારાસભ્યનું ટૂંકી માંદગી બાદ નિધન થયું છે. હારીજના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડ નું ટૂંકી માંદગી બાદ અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડ ની તબિયત બગડતાં તેમને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલ માં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
ભાવસિંહ રાઠોડને ડાયાબિટીસ વધી જતા છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલ માં દાખલ હતા. તેમનો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો પરંતુ રિપોર્ટ હજી આવ્યો નથી અને એ પહેલા જ તેમનું નિધન થયું છે તેમના પાર્થિવ દેહને લેવા માટે પરિવારજનો અમદાવાદ રવાના થયા છે ભાવસિંહ રાઠોડના પાર્થિવદેહને તેમના વતન લઈ જવામાં આવશે અને જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.