Gujarat surat/ દિવાળીની સાફ-સફાઈ દરમિયાન ઘરમાંથી નીકળતી આ વસ્તુઓ સુરત મહાનગરપાલિકા સ્વીકારશે

સુરત મહાનગર પાલિકા હવે દરેક વોર્ડમાં આ ફોટા અને પ્રતિમાઓને સ્વીકારશે. ત્યારબાદ વિધિવત રીતે ફોટા અને પ્રતિમાઓનું વિસર્જન મનપા દ્વારા કરવામાં આવશે. 

Gujarat Surat Trending
YouTube Thumbnail 2023 11 07T121259.800 દિવાળીની સાફ-સફાઈ દરમિયાન ઘરમાંથી નીકળતી આ વસ્તુઓ સુરત મહાનગરપાલિકા સ્વીકારશે

@અમિત રૂપાપરા 

Surat News: સુરત મહાનગરપાલિકાની તમામ વોર્ડ ઓફિસમાં ભગવાનના ફોટા તેમજ પ્રતિમાઓ સ્વીકારવામાં આવશે. દિવાળીના તહેવારને લઈ લોકો ઘરની કે ઓફિસની સાફ સફાઈ કરતા હોય છે. ત્યારે ઘરમાંથી કે ઓફિસમાંથી નીકળેલી ભગવાન.ની પ્રતિમા અને ફોટાનું લોકો ગમે ત્યાં વિસર્જન કરતા હોય છે. ત્યારે સુરત મહાનગર પાલિકા હવે દરેક વોર્ડમાં આ ફોટા અને પ્રતિમાઓને સ્વીકારશે. ત્યારબાદ વિધિવત રીતે ફોટા અને પ્રતિમાઓનું વિસર્જન મનપા દ્વારા કરવામાં આવશે.  મેયર દ્વારા ફોટા અને પ્રતિમાઓ વોર્ડ ઓફિસમાં જમા કરાવવા લોકોને અપીલ કરાઇ. આજે મેયરના હસ્તે આ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો.

Untitled 5 2 દિવાળીની સાફ-સફાઈ દરમિયાન ઘરમાંથી નીકળતી આ વસ્તુઓ સુરત મહાનગરપાલિકા સ્વીકારશે

દિવાળીના તહેવારમાં લોકો પોતાના ઘર કે ઓફિસની સફાઈ કરતા હોય છે અને ઘરની સફાઈ દરમિયાન ધાર્મિક પુસ્તકો કે ભગવાનના ફોટાઓ જે નીકળતા હોય છે તેનું અલગ અલગ રીતે લોકો વિસર્જન કરતા હોય છે. ઘણા લોકો નદી કિનારે આ ભગવાનના ફોટા કે પુસ્તકોને મૂકવા જતા હોય છે. તો ઘણા લોકો રસ્તા પર જ જે વૃક્ષો હોય છે ત્યાં આ ફોટા મૂકી દેતા હોય છે. ત્યારે ભગવાનના ફોટા અને પુસ્તકો આ પ્રકારે મુકવાના કારણે ધાર્મિક લાગણી ન દુભાઈ તે પ્રકારે વિસર્જન થાય તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

Untitled 5 3 દિવાળીની સાફ-સફાઈ દરમિયાન ઘરમાંથી નીકળતી આ વસ્તુઓ સુરત મહાનગરપાલિકા સ્વીકારશે

સુરત મહાનગરપાલિકા દ્વારા દરેક વોર્ડ ઓફિસમાં ઘર કે ઓફિસમાંથી નીકળતા ધાર્મિક પુસ્તકો પ્રતિમાઓ કે ભગવાનના ફોટા લોકો આપી શકશે અને આ વોર્ડ ઓફિસમાં એકત્રિત થતા ભગવાનના ફોટા પુસ્તકો કે પ્રતિમાઓને વિધિવત રીતે વિસર્જન કરવામાં આવશે.

Untitled 5 4 દિવાળીની સાફ-સફાઈ દરમિયાન ઘરમાંથી નીકળતી આ વસ્તુઓ સુરત મહાનગરપાલિકા સ્વીકારશે

સુરતના મેયર દક્ષેશ માવાણી દ્વારા આજથી આ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. મેયરની સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ લોકો દ્વારા પણ અભિયાનની શરૂઆત થતા જ પોતાના ઘર કે ઓફિસમાંથી પ્રાપ્ત સફાઈ દરમિયાન નીકળતા ધાર્મિક પુસ્તકો ફોટા કે ભગવાનની નાની મોટી પ્રતિમાઓ વોર્ડ ઓફિસમાં અર્પણ કરવામાં આવી હતી. સાથે જ પણના શણગાર માટે ઉપયોગી એવા પ્લાસ્ટિક કે મોતીના હાર, મુગટ, બુટ્ટી વાંસળી કે, કંદોરા સહિતના મટીરીયલને પણ અલગ પાત્રમાં એકઠું કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 દિવાળીની સાફ-સફાઈ દરમિયાન ઘરમાંથી નીકળતી આ વસ્તુઓ સુરત મહાનગરપાલિકા સ્વીકારશે


આ પણ વાંચો:રાજ્યના પૂર્વ CM વિજય રૂપાણી અને સુરેશ મહેતાની કારને નડ્યો અકસ્માત

આ પણ વાંચો:પ્રેમીએ ફોટો વાયરલ કરવાની ઘમકી આપતા વિદ્યાર્થીનીએ ટુંકાવ્યું જીવન

આ પણ વાંચો:ગુજરાતનું આ ગામ હવે ઓળખાશે “દીકરી ગામ” તરીકે

આ પણ વાંચો:સ્પેસ થીમ, 50 મીટર ઉપર સુધી જશે પાણી, સાયન્સ સિટીમાં દેશનો સૌથી મોટો ફાઉન્ટેન શો