vibrant summit/ ગુજરાતમાં સેમી કંડક્ટર પ્લાન્ટ સ્થાપશેઃ ટાટા ગ્રુપ

વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે ટાટા જૂથ ગુજરાતમાં જંગી રોકાણ કરવા આતુર છે. નેનો પ્લાન્ટ માટે ટાટા જૂથને ગુજરાત સરકારે આપેલી ત્વરિત મંજૂરીઓ આજે પણ ટાટા જૂથને યાદ છે.

Top Stories Gandhinagar Gujarat
YouTube Thumbnail 2024 01 10T151332.184 ગુજરાતમાં સેમી કંડક્ટર પ્લાન્ટ સ્થાપશેઃ ટાટા ગ્રુપ

ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે ટાટા જૂથ ગુજરાતમાં જંગી રોકાણ કરવા આતુર છે. નેનો પ્લાન્ટ માટે ટાટા જૂથને ગુજરાત સરકારે આપેલી ત્વરિત મંજૂરીઓ આજે પણ ટાટા જૂથને યાદ છે. આ વાત ફક્ત નેનો કારના પ્લાન્ટની જ નથી, આજે પણ ગુજરાતમાં પ્રોજેક્ટ માટે સિંગલ વિન્ડો સિસ્ટમની મંજૂરીઓનો લાભ કેટલાય ઉદ્યોગોને મળ્યો છે.

ટાટા જૂથ ગુજરાતના ધોલેરામાં સેમી કંડક્ટર ફેબ્રિકેશન યુનિટને અંતિમ સ્વરૂપ આપવાની અણી પર છે. તેનો પ્રારંભ 2024માં થશે. તેમણે જણાવ્યું હતું કે અમે વાટાઘાટોના અંતિમ તબક્કામાં છીએ અને 2024 સુધીમાં કામ શરૂ કરવાની યોજના બનાવીએ છીએ, એમ ચંદ્રશેખરને એક સમિટ દરમિયાન જણાવ્યું હતું. તેમણે પ્રદેશમાં ટેકનોલોજીકલ ઇન્ફ્રાસ્ટ્રકચરને વધારવા માટેની ટાટાની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે આગામી બે મહિનામાં ગુજરાતમાં 20 ગીગાવોટના બેટરી સ્ટોરેજ ફેક્ટરીનું બાંધકામ શરૂ કરવાની કંપનીની મહત્વાકાંક્ષી યોજનાઓનું અનાવરણ કર્યુ. આશરે 13,000 કરોડના રોકાણ સાથે લિથિયમ-આયન સેલ ફેક્ટરી માટે જૂનમાં સાઇન કરાયેલા ડીલના પગલે આ પહેલ રાષ્ટ્રની ઇલેક્ટ્રિક વાહન સપ્લાય ચેઇનમાં યોગદાન પવા માટે ટાટાના વિઝન સાથે સંલગ્ન છે.

ટાટાની કંપની હવે સરકારના વિઝનના પગલે રીન્યુએબલ એનર્જીમાં મોટાપાયા પર કામ કરી રહી છે. એનર્જી સ્ટોરેજ સોલ્યુશન્સ માટે ટાટા ગુજરાત સરકાર સાથે સમજૂતી કરી રહી છે. ઉત્તર ગુજરાતના સાણંદમાં આવેલા એક પ્લાન્ટ પર ત્રણ કામથી ઓછા સમયમાં શરૂ થવાની ધારણા છે. ઇલેક્ટ્રિક વાહન ટેકનોલોજી પ્રત્યે ટાટાની પ્રતિબદ્ધતા હાઇલાઇટ કરતાં ચંદ્રશેખરને જણાવ્યું હતું કે સાણંદ અમારી ઇવી ટેકનોલોજીનું કર્તાધર્તા છે, અમે ઇવીની વધતી જતી માંગને પહોંચી વળવા ટાટાએ પણ ક્ષમતા વિસ્તારી છે.

અન્ય મહત્વના પ્રોજેક્ટ પર અપડેટ્સ આપતા ચંદ્રશેખરન બરોડામાં સી295 ડિફેન્સ એરક્રાફ્ટ બનાવવાની પણ જાહેરાત કરી છે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે તેના પર કામ પૂરજોશમાં ચાલી રહ્યુ છે. ચંદ્રશેખરને ટાટા કેમિકલ્સથી શરૂ કરીને રાજ્યમાં 1939થી આઠ દાયકાની હાજરીનો ઉલ્લેખ કરીને ટાટા જૂથ માટે ગુજરાતનું ખાસ મહત્વ સ્વીકાર્યુ છે. હાલમાં ટાટા ગ્રુપની 21 કંપનીઓ ગુજરાતમાં મજબૂત હાજરી ધરાવે છે. તેમા 50 હજારથી વધુ લોકોને રોજગાર આપે છે. ચંદ્રશેખરને ભારપૂર્વક જણાવ્યું હતું કે ઇકો ડેવલપમેન્ટની અસરથી સામાજિક વિકાસ પણ થયો છે. ગુજરાતે સ્પષ્ટપણે પોતાની જાતને ભવિષ્યના (ભારતના) પ્રવેશદ્વાર તરીકે સ્થાપિત કરી છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ