Not Set/ પાકિસ્તાને ફરી પોત પ્રકાશ્યું, LoC પર ગોળીબાર કરતા વધુ એક ‘જવાન શહીદ’

પાકિસ્તાન દ્વારા LoC પર વારંવાર જમ્મુ-કાશ્મીરનાં અનેક સરહદીય જીલ્લામાં યુદ્ધ વિરામનો ભંગ કરવામાં આવતો રહે છે. પાકિસ્તાન પોતાની આવી નાપાક હરકતોથી બાજ આવે તેમ નથી. ફરી પાકિસ્તાન દ્વારા LoC પર ઉરી સેક્ટરમાં યુદ્ધ વિરામનો ભંગ કરી ગોળીબારી કરવામાં આવી હતી, જેમા સેનાનાં એક જવાન શહીદ થયા છે. આપને જણાવી દઇએ કે, પાકિસ્તાન તરફથી આમતો રેગ્યુલર […]

Top Stories India
ITI Jobs Indian Army પાકિસ્તાને ફરી પોત પ્રકાશ્યું, LoC પર ગોળીબાર કરતા વધુ એક 'જવાન શહીદ'

પાકિસ્તાન દ્વારા LoC પર વારંવાર જમ્મુ-કાશ્મીરનાં અનેક સરહદીય જીલ્લામાં યુદ્ધ વિરામનો ભંગ કરવામાં આવતો રહે છે. પાકિસ્તાન પોતાની આવી નાપાક હરકતોથી બાજ આવે તેમ નથી. ફરી પાકિસ્તાન દ્વારા LoC પર ઉરી સેક્ટરમાં યુદ્ધ વિરામનો ભંગ કરી ગોળીબારી કરવામાં આવી હતી, જેમા સેનાનાં એક જવાન શહીદ થયા છે.

આપને જણાવી દઇએ કે, પાકિસ્તાન તરફથી આમતો રેગ્યુલર રીતે સીઝફાયરીંગનું ઉલ્લંઘન કરવામાં આવે જ છે, પરંતુ શિયાળાનાં સમયે આ હરકતોમાં ઉત્તરો ઉત્તર વધારો નોંધવામાં આવે છે. ઠંડી અને હિમવર્ષાની આડમાં પાકિસ્તાન હમેંશા સરહદ પારથી પોતાના મળતીયા આતંકીઓને ભારતમાં ખાનખરાબી ફેલાવવા માટે ધુસાડવાનો પ્રયાસ કરતું હોય છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પૂર્વે જ ભારતીય સેનાનાં વડા બિપીન રાવત દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, LoC પર સ્થિતિ સામાન્ય નથી અને ગમે ત્યારે ગમે તેવા પગલા ભારત દ્વારા ઉઠાવવા પડે તેવું છે. ભારતીય સેના દરેક પ્રકારનાં પડકારોનો સામનો કરવા માટે સજજ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.