ગુજરાત/ જૂનાગઢમાં મેંદરડામાં 30થી વધુ વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર

કસ્તુરબા ગાંધી બાલિકા સ્કૂલમાં સવારનો નાસ્તો કર્યા બાદ વિધાર્થીનીઓને ફુડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી.

Top Stories Gujarat
10 12 જૂનાગઢમાં મેંદરડામાં 30થી વધુ વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર
  • જૂનાગઢમાં મેંદરડામાં ફૂડ પોઈઝનિંગનો મામલો
  • બપોર બાદ 30થી વધુ વિદ્યાર્થીનીઓને અસર
  • ઢોકળા ખાધાં બાદ થઈ ફૂડ પોઝિંગની અસર
  • કુલ 57 જેટલી વિદ્યાર્થીનીઓને અસર
  • સમઢીયાળા ગામની સંસ્થામાં વિદ્યાર્થીનીઓને અસર
  • કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં બની ઘટના

 મેંદરડાના સમઢિયાળા ગામે 30 વધુ વિધાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. કસ્તુરબા ગાંધી બાલિકા સ્કૂલમાં સવારનો નાસ્તો કર્યા બાદ વિધાર્થીનીઓને ફુડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી. ફૂડ પોઈઝનિંગ અસર થતા તાત્કાલિક વિધાર્થીનીઓને મેંદરડા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.અત્યાર સુધી  57 જેટલી વિધાર્થીનીઓને ફૂડ  પોઈઝનિંગની અસર જોવા મળી છે.    કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં 90 થી 100 જેટલી વિદ્યાર્થીનીઓ આ હોસ્ટેલમાં રહે છે.

મેંદરડા તાલુકાના સમઢીયાળા ખાતે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં 100 જેટલી બાલિકાઓ રહે છે. જેમાં તમામ બાલિકાઓએ સવારનો નાસ્તો આરોગ્ય બાદ 100 માંથી 30જેટલી વિધાર્થીઓ ફુડપોઈઝિંગની અસર થતા વોડૅન હેતલબેન દ્વારા તમામ વિધાર્થીનીૂઓને મેંદરડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી