Not Set/ NAMO ટીવી ચેનલ પર ભાજપનો જવાબ – મંજૂરી વગરના કાર્યક્રમો પ્રસારિત નહીં કરે

નમો ટીવી ચેનલના વિરુદ્વ કરાયેલી ફરિયાદને સંદર્ભે ચૂંટણી પંચે કરેલી કાર્યવાહી બાદ ભાજપે આ અંગે તેનો જવાબ આપ્યો છે. ભાજપ દ્વારા તેની ચેનલમાં હવે બિનપ્રમાણિત સામગ્રી નહીં દર્શાવવાની ખાતરી અપાઇ છે. નોંધનીય છે કે ચૂંટણીપંચે નમો ટીવી પર પ્રમાણપત્ર વિનાના રેકોર્ડેડ કાર્યક્રમ નહીં દર્શાવવાનો નિર્દેશ આપ્યો હતો. તેના એક દિવસ બાદ દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ […]

Top Stories
Namo tv channel NAMO ટીવી ચેનલ પર ભાજપનો જવાબ – મંજૂરી વગરના કાર્યક્રમો પ્રસારિત નહીં કરે

નમો ટીવી ચેનલના વિરુદ્વ કરાયેલી ફરિયાદને સંદર્ભે ચૂંટણી પંચે કરેલી કાર્યવાહી બાદ ભાજપે આ અંગે તેનો જવાબ આપ્યો છે. ભાજપ દ્વારા તેની ચેનલમાં હવે બિનપ્રમાણિત સામગ્રી નહીં દર્શાવવાની ખાતરી અપાઇ છે.

નોંધનીય છે કે ચૂંટણીપંચે નમો ટીવી પર પ્રમાણપત્ર વિનાના રેકોર્ડેડ કાર્યક્રમ નહીં દર્શાવવાનો નિર્દેશ આપ્યો હતો. તેના એક દિવસ બાદ દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ તેની મંજૂરી વગર નમો ચેનલ પર એક પણ કાર્યક્રમ પ્રસારિત ના થવા દેવાનો આદેશ આપ્યો હતો.

સીઇઓએ આ અંગે કહ્યું હતું કે ભાજપ નમો ટીવી ચેનલ ચલાવી રહી છે. તેવામાં પ્રસારિત થનારા દરેક રેકોર્ડેડ કાર્યક્રમોને મીડિયા અને મોનિટરિંગ સમિતિ દ્વારા પ્રમાણિત કરવું આવશ્યક છે અને પ્રમાણપત્ર કે અનુમતિ વગર પ્રસારિત કરવામાં આવતા દરેક રાજનૈતિક પ્રચાર સામગ્રીને સત્વરે જ ચેનલમાંથી હટાવી દેવા જોઇએ.

ચૂંટણી પંચના દિશાનિર્દેશ બાદ દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ બીજેપીને પત્ર લખીને મંજૂરી વગરની દરેક રાજનૈતિક સામગ્રીને ચેનલમાંથી હટાવવાનો નિર્દેશ કર્યો હતો. તેની સાથોસાથ હાલમાં નમો ટીવીમાં પ્રસારિત થતા કાર્યક્રમોનું મોનિટરિંગ કરવા માટે બે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.