અકસ્માત/ વડોદરામાં પૂરપાટ ઝડપે દોડતાં ડમ્પર ચાલકે 4 લોકોને અડફેટે લીધાં, એકનું મોત

વડોદરાના નિમેટા ગામ ખાતે બાઈક પર જઈ રહેલા ચાર મિત્રોને ડમ્પરે અડફેટે લેતાં 1 યુવાનનું મોત થયું છે. અકસ્માતના દિવસે મૃતક યુવાન હિમાંશુ સોલંકીનો જન્મદિવસ હતો.

Top Stories Gujarat Vadodara
YouTube Thumbnail 2024 01 10T122932.953 વડોદરામાં પૂરપાટ ઝડપે દોડતાં ડમ્પર ચાલકે 4 લોકોને અડફેટે લીધાં, એકનું મોત

Vadodara News : શહેરમાં પૂરપાટ ઝડપે દોડતાં ડમ્પર ચાલકે 4 મિત્રોને અડફેટે લઈ 1 મિત્રનો ભોગ લીધો છે. મૃતક હિમાંશુ સોલંકીનો જન્મ દિવસ મૃત્યુ દિવસ બનતા પરિવારમાં માતમ જોવા મળ્યો.

ડમ્પર ચાલકોના બેફામ આતંકથી નિર્દોષ વાહન ચાલકો, રાહદારીઓ શિકાર બનતા હોય છે. આવી જ એક ઘટના નિમેટા ગામે બની છે. વડોદરાના નિમેટા ગામ ખાતે બાઈક પર જઈ રહેલા ચાર મિત્રોને ડમ્પરે અડફેટે લેતાં 1 યુવાનનું મોત થયું છે. અકસ્માતના દિવસે મૃતક યુવાન હિમાંશુ સોલંકીનો જન્મદિવસ હતો. જન્મદિવસ મરણ દિવસ બનતા ગામમાં સન્નાટ્ટો છવાઈ ગયો હતો. 4 મિત્રો મંદિરેથી દર્શન કરી ગામમાં પરત ફરી રહ્યા હતા તે સમયે ડમ્પર ચાલકે અડફેટે લીધા હતા.

મળતી માહિતી મુજબ યુવકો મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે નિમેટા ગામ ખાતે ખોદકામ કરત ડમ્પરે બાઈક પાછળ આવીને ધરાર અથડાઈ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. જેથી 4 યુવકો નીચે પટકાતાં 1 યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. દરમિયાન, બાઇક પર સવાર અન્ય ત્રણ યુવકોને ગંભીર ઇજા પહોંચતાં વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વાઘોડિયા પોલીસ સ્થળ પર પહોંચી દુર્ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ ડમ્પર ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઉતરાયણના પહેલા જ ચાઇનીઝ દોરીએ લીધો યુવતીનો ભોગ

આ પણ વાંચો:વાઈબ્રન્ટ સમિટ પહેલા પીએમ મોદી તેમની ત્રણ દિવસીય ગુજરાત મુલાકાતમાં ટ્રેડ શોનું ઉદ્ઘાટન, જાણો કાર્યક્રમ

આ પણ વાંચો:ગાદોઇ ટોલ ટેક્સ વિવાદ અંગે કલેકટરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બિલકિસ બાનોના ઘરે ઉજવણીનો માહોલ, ફોડ્યા ફટાકડા