ગુજરાત/ યુગાન્ડાથી સૌરાષ્ટ્ર-ગુજરાતના ઉદ્યોગોને અબજો રૂપિયાનો વેપાર થશે

આગામી માસમાં યુગાન્ડાના 10 લોકોનું એક પ્રતિનિધિમંડળ ફરીથી રાજકોટ આવી રહ્યું છે. જ્યારે આગામી 11મી ફેબ્રુઆરી 2022ના રોજ યોજાનારા આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં પણ યુગાન્ડાનું એક મોટું ડેલિગેશન ભાગ લેશે.

Gujarat Others
Untitled 116 યુગાન્ડાથી સૌરાષ્ટ્ર-ગુજરાતના ઉદ્યોગોને અબજો રૂપિયાનો વેપાર થશે

તાજેતરમાં અમદાવાદ અને રાજકોટ ખાતે યુગાન્ડાનું હાઇ પાવર ડેલિગેશન આવેલ જેમાં એમ્બેસેડર મહમદ કેઝાલા, કોમર્શિયલ કાઉન્સેલ મિસ સોફિયા, મેમ્બર ઓફ પાર્લામેન્ટ મિમિસ ટીપેરૃ નુસુરા ઓમર અને મિસ્ટર ડેવિડ જોડાયેલું હતું .

આ ડેલિગેશન દ્વારા અમદાવાદની 6 કંપનીઓની ફેક્ટરીઓની વિઝિટ કરવામાં આવેલ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવેલ જ્યારે રાજકોટ ખાતે 14 ફેક્ટરીઓની વિઝિટ કરવામાં આવેલ અને એક બીટુબી મીટનું આયોજન કરવામાં આવેલ જેમાં રાજકોટ ઉપરાંત મોરબી, ભાવનગર, ગોંડલ અને જસદણ સહિતના શહેરોની કંપનીઓએ પોતાના પ્રેઝન્ટેશન આપેલ હતા.

આ પણ વાંચો મુસાફરીના નિયમો / ઓસ્ટ્રેલિયા જવા માંગતા પ્રવાસીઓએ હજુ રાહ જોવી પડશે, આ વર્ષે નહી મળે પ્રવેશ

ડેલિગેશન દ્વારા આવતા 6 થી 12 માસની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં એટલે કે અંદાજે 100 કરોડના ઓર્ડર્સ આપવામાં આવશે એવી આશા વ્યક્ત કરાઇ છે. જેમાં ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટિલેટર્સ, હોસ્પિટલ ફર્નિચર, હોસ્પિટલ ઇક્વીપમેન્ટસ, ડેરી મશીનરી, આઇસ્ક્રીમ પ્લાન્ટ, મિનરલ વોટર પ્લાન્ટ, ઓઇલ મિલ મશીનરી, વિવિધ પ્રકારની ગ્રાઇન્ડીંગ મશીનરી, સોપ અને ડિટર્જન્ટ મશીનરી, ઇરીગેશન સિસ્ટમ, સુગર કેન ક્રશર, બ્રિકેટિંગ પ્લાન્ટ્સ, એગ્રિકલચર ઇક્વીપમેન્ટસ, ફિશિંગ ઇક્વીપમેન્ટ્સ, સિરામિક ટાઇલ્સ, ટેસ્ટીંગ ઇક્વીપમેન્ટ્સ, બામ્બુ સ્ટિક મશીન સહિતના અનેક મશીનરી સપ્લાય કરવાની તકો સર્જાય છે.

યુગાન્ડામાં ઔદ્યોગીકરણને વેગ આપવા ત્યાંથી રાજકોટ ખાતે ટેક્નિકલ અભ્યાસ અને તાલીમ માટે આવતા પાંચ વર્ષમાં 1000 જેટલા સ્ટુડેંટ્સને પણ મોકલવાની વ્યવસ્થા વિચારણા હેઠળ છે. મોરબીની એક કંપની દ્વારા યુગાન્ડામાં સીરામીક ફેક્ટરી કરવા માટે પણ ચર્ચા થઇ છે.

આ પણ વાંચો ;પરિણામ /  માતર તાલુકા પંચાયત બેઠક પર AAPના ઉમેદવારની જીત

આગામી માસમાં યુગાન્ડાના 10 લોકોનું એક પ્રતિનિધિમંડળ ફરીથી રાજકોટ આવી રહ્યું છે. જ્યારે આગામી 11મી ફેબ્રુઆરી 2022ના રોજ યોજાનારા આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં પણ યુગાન્ડાનું એક મોટું ડેલિગેશન ભાગ લેશે. એસવીયુએમ 2022ના આંતરરાષ્ટ્રીય વેપાર મેલામાં 200 થી 300 વિદેશી બિઝનેસમેન મુલાકાત લેશે