Not Set/ નવરાત્રી પહેલા વડોદરામાં મ્યુકોરમાઇકોસિસે ઉચક્યું માથું, છેલ્લા 36 કલાકમાં વધુ બે કેસ નોંધાતા તંત્ર ચિંતાતૂર

વડોદરામાં જે બીમારીનો ખતરો ઉભો થયો છે એ બીમારી છે મ્યુકોરમાઇકોસિસ, જેમાં વડોદરામાં છેલ્લા 36 કલાકમાં વધુ બે કેસ નોંધાતા તંત્ર ચિંતાતૂર બન્યું છે.

Gujarat Vadodara
વડોદરામાં

કોરોનાના કાળ વચ્ચે રાજ્યમાં પહેલેથી જ ડેન્ગ્યું અને ચિકનગુનિયા જેવા રોગોએ માંથું ઉચક્યું છે, ત્યારે આ વચ્ચે નવરાત્રીના તહેવારોને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે આ પહેલા સંસ્કારીનગરી એવું વડોદરામાં ફરીથી એક ગંભીર બીમારીની ચપેટમાં આવાની તૈયારીમાં છે.

આ પણ વાંચો : અડાજણની સ્કૂલમાં ત્રણ બાળકો કોરોના પોઝિટિવ આવતા, 14 દિવસ માટે શાળા બંધ કરાઈ

વડોદરામાં જે બીમારીનો ખતરો ઉભો થયો છે એ બીમારી છે મ્યુકોરમાઇકોસિસ, જેમાં વડોદરામાં છેલ્લા 36 કલાકમાં વધુ બે કેસ નોંધાતા તંત્ર ચિંતાતૂર બન્યું છે. આપને જણાવી દઈએ કે, મ્યુકોરમાઇકોસિસ એ ગંભીર બીમારી છે, જેને કોરોના વાયરસની બીજી ઘાતક લહેર બાદ કહેર મચાવી દીધો હતો અને રાજ્યભરમાં આ ગંભીર બીમારીની ચપેટમાં મોટી સંખ્યામાં લોકો આવી ગયા હતા.

બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેરમાં સોમવારે કોરોનાનો એક જ નવો દર્દી મળી આવ્યો હતો. જોકે આ માટે 2,341 સેમ્પલોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. આ નવો કેસ ફતેપુરા વિસ્તારમાં નોંધાયો હતો. વડોદરા શહેરમાં 34 લોકો હાલમાં ક્વોરન્ટીન છે. જ્યારે એક્ટિવ દર્દીની સંખ્યા 19 છે, જે પૈકી એકની ઓક્સિજન પર સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો :  પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ખેલાયો ખૂની ખેલ, હોટલ માલિકની કરાઈ હત્યા

આ ઉપરાંત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા વેક્સીનેશનને પણ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે, જેમાં નવરાત્રી પહેલા મોટી સંખ્યામાં લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે, જેથી આગામી નવરાત્રમાં ખેલૈયાઓને અને યુવાધનને કોરોનાના સંક્રમણથી બચાવવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

આ પણ વાંચો :ગાંધીનગરમાં ભાજપની સત્તા નિશ્વિત,કોંગ્રેસનો કરૂણ રકાસ,AAPએ કોંગ્રેસના મતમાં પાડ્યું ગાબડું

વડોદરા શહેરમાં વકરતા રોગચાળા વચ્ચે દિવાળીપુરા અને દંતેશ્વર વિસ્તારમાં મલેરિયાના 2 દર્દીઓ નોંધાતાં કુલ આંક 4000ની નજીક પહોંચ્યો છે. સોમવારે શહેરમાં ડેન્ગ્યુના 34 અને ચિકનગુનિયાના વધુ 7 કેસ નોંધાયા છે. સોમવારે એક જ દિવસમાં તાવના 658 કેસ પાલિકાના ચોપડે નોંધાયા હતા. પાલિકાની ટીમોએ કરેલા સર્વેમાં ઝાડા-ઊલટીના 96 કેસ નોંધાયા છે.પાલિકાએ મચ્છરનાં ઉત્પત્તિ સ્થાનનો નાશ કરવા માટે 29 કન્સ્ટ્રક્શન સાઈટ અને 18 હોસ્ટેલમાં ચેકિંગ કર્યું હતું, જે પૈકી 5 કન્સ્ટ્રક્શન સાઈટ અને 2 હોસ્ટેલને નોટિસ આપી સંતોષ માન્યો હતો.

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,075 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9677 પશ્ચિમ ઝોનમાં 11,996, ઉત્તર ઝોનમાં 11,794, દક્ષિણ ઝોનમાં 11,802, વડોદરા ગ્રામ્યમાં 26,771 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ પણ વાંચો :નવરાત્રિની શરૂઆત પહેલા જ ચોમાસાની થઇ વિદાય, ખેલૈયાઓ થયા ખુશ