Not Set/ અજિત પવાર પાણીમાં બેઠા,ભાજપને ખૂટે છે આંકડો, જાણો ધારાસભ્યોનું સંપૂર્ણ ગણિત

મહારાષ્ટ્રમાં અજિત પવારના ટેકાથી ભાજપના દેવેન્દ્ર ફડણવીસે શનિવારની સવારે અચાનક બીજીવાર મુખ્યમંત્રી પદનાં શપથ લઈ તો લીધા છે પરંતુ હવે તેમને સરકાર બનાવવા જરૂરી ધારાસભ્યોનું પીઠબળ મળી નથી રહ્યું. અજિત પવારે એનસીપીના 40 ધારાસભ્યો પોતાની પાસે હોવાનો દાવો કર્યો હતો પરંતુ હવે સચ્ચાઇ સામે આવી રહી છે.રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી પ્રમુખ શરદ પવારે પોતાના ધારાસભ્યોની બેઠક […]

Top Stories
amahi 10 અજિત પવાર પાણીમાં બેઠા,ભાજપને ખૂટે છે આંકડો, જાણો ધારાસભ્યોનું સંપૂર્ણ ગણિત

મહારાષ્ટ્રમાં અજિત પવારના ટેકાથી ભાજપના દેવેન્દ્ર ફડણવીસે શનિવારની સવારે અચાનક બીજીવાર મુખ્યમંત્રી પદનાં શપથ લઈ તો લીધા છે પરંતુ હવે તેમને સરકાર બનાવવા જરૂરી ધારાસભ્યોનું પીઠબળ મળી નથી રહ્યું.

અજિત પવારે એનસીપીના 40 ધારાસભ્યો પોતાની પાસે હોવાનો દાવો કર્યો હતો પરંતુ હવે સચ્ચાઇ સામે આવી રહી છે.રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી પ્રમુખ શરદ પવારે પોતાના ધારાસભ્યોની બેઠક બોલાવી અને આ બેઠકમાં તેમના 54માંથી 42 ધારાસભ્યો સામેલ થયા  છે.આ બેઠક પછી અજીત પવારના પગ નીચેથી જમીન ખસી ગઈ છે.

બેઠકમાં અજિત પવારને હટાવીને પાર્ટીનાં ધારાસભ્ય દળનાં નેતા બનાવવામાં આવેલા જયંત પાટીલે કહ્યું કે, “આજની બેઠકમાં 42 ધારાસભ્ય સામેલ થયા, જ્યારે 7 સંપર્કમાં છે. રવિવારનાં થનારી એક અન્ય બેઠકમાં 49 ધારાસભ્ય સામેલ થશે.

મહારાષ્ટ્રની 288 સભ્યોવાળી વિધાનસભામાં ભાજપના 105 ધારાસભ્યો છે. સરકારને બહુમત સાબિત કરવા માટે તેમને ઓછામાં ઓછા 145 ધારાસભ્યોનું સમર્થન જોઇએ છે.આમ હજુ તેમની પાસે 40 ધારાસભ્યો ખૂટે છે.એનસીપીની મીટિંગ પછી એવું લાગી રહ્યું છે કે અજિત પવાર પાસે 7 જેટલા જ ધારાસભ્યોનો ટેકો છે.આવામાં ભાજપે હવે 29 જેટલા અપક્ષ અથવા નાના પક્ષોના ધારાસભ્યો પર નજર દોડાવી પડશે.

મહારાષ્ટ્ર વિધાનસભામાં 29માંથી 13 અપક્ષ ધારાસભ્ય છે. બાકીના 16માંથી બે ધારાસભ્ય અસદુદ્દીન ઓવૈસીની એઆઇએમઆઇએમ અને સમાજવાદી પાર્ટીની પાસે 2-2 ધારાસભ્ય છે, જ્યારે સીપીએમ અને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની પાસે એક-એક ધારાસભ્ય છે. આ ઉપરાંત બહુજન વિકાસ અઘાડીના 3 ધારાસભ્ય, પીડબ્લ્યૂ-જન સુરાજ્ય શક્તિ અને યુવા સ્વાભિમાન પાર્ટીના એક-એક ધારાસભ્ય ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી ચૂક્યા છે. ત્યાંજ ચૂંટણી પહેલા જ ભાજપ સાથે ગઠબંધન કરનારી રાષ્ટ્રીય સમાજ પક્ષની પાસે એક ધારાસભ્ય છે. એટલે કે ભાજપની પાસે હાલ 112 ધારાસભ્ય છે.

ગત મહિને થયેલી વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને જ્યાં 105 સીટો મળી હતી તો શિવસેનાને 56, કૉંગ્રેસને 44 અને એનસીપીને 54 સીટો મળી હતી. શિવસેના, એનસીપી અને કૉંગ્રેસ મળીને સરકાર બનાવવાની તૈયારીમાં લાગી ગઈ છે.

બીજી તરફ એનસીપી પ્રમુખ શરદ પવારે દાવો કર્યો કે, શિવસેના,કૉગ્રેસ અને એનસીપીના ગઠબંધનની પાસે 156થી વધારે ધારાસભ્યો છે અને અપક્ષ ધારાસભ્યોનું સમર્થન પણ છે. આ રીતે અમારી પાસે 170 ધારાસભ્યોનું સમર્થન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.