National Herald case/ આવતીકાલે ફરી સોનિયા ગાંધીને EDનું તેડુ, કોંગ્રેસ નારાજ..

નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની આજની પૂછપરછ પૂરી થઈ ગઈ છે એજન્સી દ્વારા લગભગ છ કલાક સુધી તેમની પૂછપરછ કરવામાં આવી હતી

Top Stories India
સોનિયા ગાંધી 1 આવતીકાલે ફરી સોનિયા ગાંધીને EDનું તેડુ, કોંગ્રેસ નારાજ..

નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની આજની પૂછપરછ પૂરી થઈ ગઈ છે. એજન્સી દ્વારા લગભગ છ કલાક સુધી તેમની પૂછપરછ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, EDએ તેમને આવતીકાલે એટલે કે બુધવારે ફરી પૂછપરછ માટે બોલાવ્યા છે.

સોનિયા ગાંધી, પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી સાથે સવારે લગભગ 11 વાગ્યે દિલ્હીના એપીજે અબ્દુલ કલામ રોડ પર વિદ્યુત લેનમાં સ્થિત EDની ઓફિસ પહોંચ્યા હતા. આ પછી, તેઓ લંચ માટે ED ઓફિસથી નીકળી ગયા હતા અને પછી લગભગ 3.30 વાગ્યે પાછા આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધીની પુછપરછ દરમિયાન  પ્રિયંકા ED ઓફિસના બીજા રૂમમાં હાજર હતા. આજના દિવસે લાંબી પુછપરછ પછી ફરી આવતિકાલે સોનિયા ગાંધીને ઇડી દ્ધારા બોલાવવામાં આવતા. કોગ્રેસમાં રોષ જોવા મળી રહ્યો છે.