Not Set/ બીઆરડી મેડિકલ કોલેજમાં ફરી 72 કલાકની અંદર 30 બાળકોના મોત

બીઆરડી મેડિકલ કોલેજમાં બાળકોનાં મોતનો સિલસિલો હજુ યથાવત છે. ફરી હોસ્પિટલમાં 72 કલાકની અંદર 30 બાળકોનાં મોત નીપજ્યા છે. આજ હોસ્પિટલમાં તાજેતરમાં મોટી લાપરવાહી બાદ પણ હોસ્પિટલનું પ્રશાસન સુધરવાનું નામ જ નથી લઇ રહ્યું. હોસ્પિટલમાં 29-30 ઓગષ્ટનાં રોજ રાત્રે ઓક્સિજનનો સપ્લાઇ રોકાઇ જતાં અનેક બાળકોનાં મોત થઇ ચુક્યાં છે. ઇંસેફલાઇટિસનો પ્રકોપ પૂર્વી ઉત્તર પ્રદેશનાં 12 […]

Top Stories
બીઆરડી મેડિકલ કોલેજમાં ફરી 72 કલાકની અંદર 30 બાળકોના મોત

બીઆરડી મેડિકલ કોલેજમાં બાળકોનાં મોતનો સિલસિલો હજુ યથાવત છે. ફરી હોસ્પિટલમાં 72 કલાકની અંદર 30 બાળકોનાં મોત નીપજ્યા છે. આજ હોસ્પિટલમાં તાજેતરમાં મોટી લાપરવાહી બાદ પણ હોસ્પિટલનું પ્રશાસન સુધરવાનું નામ જ નથી લઇ રહ્યું. હોસ્પિટલમાં 29-30 ઓગષ્ટનાં રોજ રાત્રે ઓક્સિજનનો સપ્લાઇ રોકાઇ જતાં અનેક બાળકોનાં મોત થઇ ચુક્યાં છે. ઇંસેફલાઇટિસનો પ્રકોપ પૂર્વી ઉત્તર પ્રદેશનાં 12 જિલ્લાઓમાં છે. ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, આસામ અને બિહાર સહિત 14 રાજ્યોમાં ઇંસેફલાઇટિસનો પ્રભાવ જોવાં મળે છે. આ આગાઉ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના ગૃહ જિલ્લા ગોરખપુરની બાબા રાઘવદાસ મેડિકલ કોલેજમાં ફરી એકવાર મોટી બેદરકારી સામે આવી છે. હજી સુધી બાળકોના મોતના કારણોની કોઈ જાણકારી મળી નથી.